________________ તૂટે તો ભય ન રહે. 10 પ્રાણ તો જવાના સ્વભાવવાળા છે. જ્યારે હું અવિનાશી છું. શરીર બળતું હોય છતાં આત્મા સમતામાં રહે. આત્મા અદાહ્યઅછદ્ય-અભેદ્ય છે. આત્માનો સ્વભાવ અભય છતાં આપણે સતત ભયમાં જીવી રહ્યાં છીએ. પરંતુ જો સર્વજ્ઞની આજ્ઞા મુજબ જીવીએ તો આત્માની રક્ષા થઈ જાય કેમ કે પ્રથમ આત્માને અભયદાન આપવાનું છે. જો એ સ્વને અભયદાન આપે તો પરને પીડાજ કેવી રીતે આપી શકે? માટે પ્રથમ આત્માના અસ્તિત્વનું ભાન આવે તો પછી મોહને જીતતાં વાર ન લાગે. હું અસંખ્ય પ્રદેશ, અખંડ પ્રદેશી છું. પણ કર્મોના કારણે શરીર અંગોપાંગ રૂપે વિકારી એવી કાયા મળી. એ નાશ પામવાના સ્વભાવવાળી છે. આપણે અધુવને પકડીએ છીએ માટે આત્મા અસ્થિર બને છે. આ વિષમતા જાય તો જ આત્મા શમપરિણામમાં આવી શકે. * વિષમતામાં રમશું તો અસ્થિર બનશું. સમભાવમાં રમશું તો સ્થિર બનશું. આત્માએ પોતાની શુધ્ધ અરૂપી સ્વરૂપ અવસ્થા પકડીને ધ્યાનમાં જવાનું છે. અઘાતિ કર્મના ઉદયથી આત્માની અક્ષય, અરૂપી, અવસ્થા જે ઢંકાઈ ગઈ અને તેનાવિકાર રૂપે રૂપાદિઅવસ્થા પ્રગટ થઈ. હવે તેમાં આત્માને અરૂપી રૂપે સતત માનવુંએ દુષ્કર છે અને તેના કારણે આત્માસ્વ સમતારૂપે ગુણમય બની શકતો નથી. જ્યારે તે ગુણમય બની જવાનો પ્રયાસ કરે છે ત્યારે તે તાત્ત્વિક ભાવમાં આવ્યો કહેવાય. સાધુ આત્માના સમતા ગુણ રૂપ સ્વભાવને અનુભવનારો હોય, યથાર્થ તત્ત્વનો અવબોધ કરનારો હોય, હેયને છોડી ઉપાદેયને ગ્રહણ કરી તે તે ગુણરૂપે પરિણમન કરનારો હોય. મોહ રૂપાદિને પકડશે. મોહથી છૂટવા માટે આત્માની રૂપાતીત અવસ્થા પકડવી પડશે. માન કષાયની વૃધ્ધિ ઊંચ-નીચના કારણે થાય છે. અગુરુલઘુ સ્વભાવદબાયો તેથી માનકષાય વધ્યો. મોહબહારના પરિણામને જ્ઞાનસાર-૩ // 79