________________ "કવલે આહાર-વિહાર છે એ અંગ વ્યવહાર ધન્ય અતનુ પરમાતમા, જ્યાં નિશ્ચલતા સાર." પર પરિણતિ ચંચલતા રે, કેમ છૂટશે એહ એમ વિચારી કારણે રે, કરે ગોચરી તેહ..." આ આહારરૂપ પરપ્રવૃત્તિમાં પણ તેનામાં પશ્ચાતાપની ધારા વહેતી હોય તો તે અપૂર્વનિર્ભર કરે છે. ખાવામાં સુખ માનવું તે પહેલું પાપ છે, ખાવું એ બીજું પાપ છે. ઇચ્છાપૂર્વકખાવુંએ મહાપાપ છે. ખાધા પછી વાગોળવું વખાણવું–વખોડવું તે મહાપાપની પરંપરા છે. લાયોપથમિક ગુણો પણ અતાત્ત્વિક છે. કેમ કે તે સદા ગુણરૂપે રહેતા નથી. મોહનો ઉદય થતાં તે ચાલ્યાં જાય છે. ક્ષાયિક ગુણો જ તાત્વિક છે. કેમકે તે ગુણો સદાય આત્મા સાથે રહેનાર છે. તીર્થકરના વચનો પણ પરઆલંબનરૂપ છે. જીવ જ્યારે સ્વગુણોમય પૂર્ણ બની જાય ત્યારે તે જ ગુણો તાત્ત્વિક સ્વરૂપે બને છે. વીતરાગ પરમાત્મા માટે પૂર્ણ આદર હોય ત્યારે જ બહુમાનભાવ પ્રગટ થાય. સર્વજ્ઞ પ્રત્યે બહુમાન થવાનું કારણ તેમનામાં રહેલી વીતરાગતા છે. રાગ-દ્વેષથી રહિત હોવાથી સત્યવચન જ પ્રભુબોલે. નિષ્પક્ષપાત બોલશે એવી શ્રધ્ધા થાય તેથી તેમના વચનને સ્વીકારવાનું મન થાય. સર્વજ્ઞ પરમાત્મા મળ્યા પછી આપણામાં સમ્યગદર્શન કેમ ન આવે? જ્યારે આત્મામાં આત્માના હિતનું અર્થીપણું જાગે ત્યારે જ જ્ઞાન પરિણત બને. વિતરાગ દેવ, મળ્યા, જિનશાસન મળ્યું છતાં સહજ રીતે ગુણ પ્રગટ નથી થતા તેનું કારણ ગુણ પ્રત્યે બહુમાનભાવ નથી. જ્યાં સુધી પરમાં બહુમાનભાવ છે ત્યાં સુધી આત્માના ગુણો પ્રત્યે આદરભાવ નહીં પ્રગટે. પુણ્યોદયથી બધી જ સામગ્રી મળી ગઈ છે પણ જ્યાં જ્ઞાનસાર-૩ || 82