________________ (2) ભાવ વીર્યઆત્મામાં વીઆંતરાય કર્મના ક્ષયોપશમનાબળે પ્રગટ થાય તે. આત્માએ પોતાની વીર્ય શક્તિને ફૂરાયમાન કરવાની અને સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પહેલા રાગદ્વેષની ગ્રંથિને ભેદવાની છે. તીવ્ર કર્મબંધ કરવાની અનાદિ પ્રવૃત્તિને તોડી મંદમિથ્યાત્વ થતાં જીવને સંસારની અસારતા સમજાય તો આત્માને સંસારના સુખો પર તીવ્ર દ્વેષ આવે. રાગ-દ્વેષના તીવ્ર પરિણામને ભેદે તે અપૂર્વકરણ. મોક્ષની વાસ્તવિક રુચિ થાય ત્યારથી સંસારમાં વ્યવહાર કરવા છતાં તેમાં લેવાય નહીં, તેની વીર્યશક્તિ મોક્ષમાર્ગમાં સ્કૂરાયમાન થાય. સંસારનો અનુબંધ ન પડે. આત્માની શક્તિ અનંતી છે. પ્રભુનો જન્માભિષેક કરવા ઈદ્રો મેરુ પર્વત પર લઈ જાય છે. ત્યારે સૌધર્મેદ્રવિચારે છે કે નાના બાળ પ્રભુ આટલા બધા કળશોના અભિષેકને કેમ સહી શકશે? ત્યારે અવધિજ્ઞાનથી પ્રભુએ તે જાણી બોધ આપવા મેરુ પર પોતાનો અંગૂઠો દબાવ્યો. મેરુ ધણધણી ઊઠ્યો. ઈદ્ર મહારાજાને પ્રભુના અતુલ બળ પર શંકા થઈ તેની માફી માંગી. મેરુને ધણધણાવાની આ શક્તિ કોની? આત્મામાં રહેલા અનંતવીર્યની આ શક્તિ. પ્રવૃત્તિઓમાં જેટલું વીર્યફોરવીએ તેટલી પ્રવૃત્તિઓ વધુ થાય અને તે શક્તિને દબાવીએ તો તે શક્તિ તિરોહિત થાય, પરમાં જતી રહે. અપૂર્વકરણ - આખા ભવચક્રમાં પૂર્વે ક્યારેય ફોરવી નહોય તેવી અપૂર્વ શક્તિને ફોરવે તેથી તેને અપૂર્વકરણ કહેવાય. હવે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ક્યારેય નહીં બાધ. 1 કોડાકોડ સાગરોપમથી ન્યુન કર્મ સ્થિતિ બાંધશે. સમ્યગ્દર્શન પામ્યા પછી આત્મા મૂળભૂત ગુણમાં આવ્યો કહેવાય. હવે તે અર્ધ પુગલ પરાવર્તકાળની અંદર અદશ્ય મોક્ષમાં જશે. "સમ્યગુ દષ્ટિ રે ગુણઠાણા થકી લહે જીવ શિવશર્મ." પોતાના ગુણોને પામવાનો જ્ઞાનસાર-૩ || 72