________________ यत्र ब्रह्म जिनाएं च कषायानं तथा हति: / सानुबंधा जिनाज्ञा च तत् तप; शुध्धमिष्यते // 31-7 // (વિતરી તોત્ર) જેમાં બ્રહ્મચર્યની વૃધ્ધિ થાય, જિનેશ્વરની પૂજા થાય, કષાયોનીહાનિ થાય અને અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવર્તે તે તપ શુધ્ધ કહ્યો છે. ઈદ્રિયોના પાંચ વિષયોમાં નરમવું તે બ્રહ્મચર્ય પાંચે ઈદ્રિયોના વિષયોથી પરાભુખ થવાનું મન થાય તો તપ સાનુબંધવાળો બને છે. . આપણા તપના કોઈપણ ગુણ ગાય તો કાન દઈને સાંભળવાનું મન થાય નહીં. તેમ જ કોઈ ઇર્ષાથી નિંદા કરે તો તેના માટે ધમાલ મચાવીએ કે મને આમ કેમ કહ્યું? તો સમજવું કે તપધર્મ પ્રગટ થયો છે. પ્રશ્ન - ગુણસ્થાનક પર આરોહણ ક્યારે થાય? ઉત્તર - જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સાથે મોહનીય કર્મને હાનિ થાય, ક્ષય થાય ત્યારે જ મુક્તિ સ્વરૂપ ગુણસ્થાનક પર આરોહણ થાય. મિથ્યા ગયા વિના ચારિત્રમોહનીય જશે નહીં. મોહનીયઆત્મામાં ફાવી જાય, ગમી જાય એ આત્માનો મોટામાં મોટો પ્રમાદ છે. કેમ કે ઉપયોગ ધર્મની વિસ્મૃતિ છે. માત્ર પીડાદાયક એવી પરની જ સ્મૃતિ છે. આ પ્રમાણે 14 પૂર્વીને પણ નિગોદમાં ઘસડીને લઈ જાય છે તો આપણી તો વાત જ ક્યાં? કેટલી બધી સાવધાની રાખીને મોહને હતમોહબનાવી દેવાનો છે. સાધનામાં ગુણનું લક્ષ સતત હોવું ઘટે તો જ સિધ્ધિગતિને પામવાનો રાધાવેધ સાધી શકાશે. વર્તમાનમાં હું જીવાજીવ છું. મારે અજીવમાંથી છૂટી જીવમય બનવાની સાધના કરવાની છે. વર્તમાનમાં હું રૂપારૂપી છું. મારે રૂપમાંથી છૂટી અરૂપી બનવાની સાધના કરવાની છે. વર્તમાનમાં હું યોગાયોગી છું. મારે યોગમાંથી છૂટી અયોગી બનવાની સાધના કરવાની છે. જ્ઞાનસાર–૩ || 70