________________ (2) 71 અભેદ રત્નત્રયી - જેમાં સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યગુ ચારિત્ર આત્મામાં તદ્ગત પરિણામરૂપેહોય. જેવું જાણે તેવું સ્વીકારે ને તેવો જ પુરુષાર્થ કરી તેને આત્મસાત્ બનાવે છે. ભેદ રત્નત્રયીમાં પ્રભુની આજ્ઞાનો ખ્યાલ છે, રૂચિ છે, સ્વીકાર છે પણ પૂર્ણપણે આચરતો નથી તેટલો પ્રમાદ છે. ઉપયોગ એ જ ધર્મ છે. ધર્મ છે સહેલો પણ તેને ધર્મરૂપે સમજવો દુર્લભ છે. તે પ્રમાણે સમજાવનારા પણ દુર્લભ છે. ધર્મસમજ્યા પછી સ્વીકારવો દુર્લભ અને સ્વીકાર્યા પછી તે પ્રમાણે આચરવો મહાદુર્લભ છે. જેમ ચંદન અને તેની સુવાસ તાદાભ્ય ભાવે એકમેકમાં રહેલાં છે તેવી જ રીતે ધર્મસ્વભાવ તાદાભ્ય ભાવરૂપ ન થાય ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવ રૂપે તે ઉપાદેય છે અને પછી તે પણ ત્યાજ્ય છે. ક્ષાયોપથમિક ભાવ હેય છે કેમ કે તેમાં ગુણ સાથે મિથ્યાત્વના પ્રદેશોદયરૂપ દોષ પણ રહેલા છે. માટે જો દોષો દૂર કરવારૂપ જાગૃતિ રહે તો તેક્ષાયોપથમિક ભાવ પણ ક્ષાયિક બની જાય. નહિતરક્ષાયોપથમિક ભાવના ગુણો પણ જતાં રહે છે. - ધર્મને સેવતાં અધર્મને દૂર કરતા જવાનું છે તો જ આત્મા ક્રમિક વિકાસક્રમે વર્ધમાન ગુણવાળો બનતો જશે. બહારથી મળતું સર્ટીફીકેટ વિકાસ રૂપ નથી પણ ગુણ સ્થાનક પર આરોહણ કરી સ્વ સ્વભાવને સાધતો જાય તે જ આત્માની ખરી પ્રગતિ છે. બહારની દેખાતી પ્રગતિ આત્માને પાડનાર ભયાનકનિમિત્તો છે. સાધુપણામાં સમતા ગુણને માણવામાંમહાબાધકતત્ત્વમાનકષાય છે. દીક્ષાનો સ્વીકાર કરે ત્યારથી હું સમતા પટ્ટરાણી સાથે પરણ્યો છું એવો વિચાર ક્યારેય આવે છે ખરો? જ્ઞાન સાર-૩ || 68