________________ પુગલ ભાવોમાં તો રમતો નથી ને? દરેક વસ્તુમાં એ સ્વાત્માને પૂછશે અને વિકાસયાત્રા તરફ પગરણ માંડશે. આત્માએ સ્વમાં રહેલા ધર્મને તેના પરિણામને પ્રગટ કરી તેને અનુભવવાનો છે, નહિતર મોહનો પરિણામ જ અનુભવાશે. ધર્મની ગણતરી માત્ર આંકડામાં નથી કરવાની કે મેં આટલા સામાયિક કર્યા– આટલો જાપ કર્યો પણ તે કર્યા પછી પરિણતિમાં શું ફેરફાર થયો તે જોવાનું છે. વ્યવહારથી આપણે તપ કર્યો પણ જો તેના પરિણામને અનુભવ્યો તો તે તપ ધર્મ રૂપે બન્યો. દ્રવ્ય સાથે ભાવ જોડાય તો ધર્મથી ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ થાય તો જ તે સાચો ધર્મ. ચંદનાએ ભાવથી નિરાશ ભાવે અડદના બાકુળા વહોરાવ્યા, સંગમે રડીને પોતાની માટે બનાવેલી બધી ખીર માસક્ષમણના તપસ્વી મુનિરાજને ભાવપૂર્વક વહોરાવી તો તેઓને દ્રવ્યથી અઢળક સંપત્તિ મળી. ભાવથી તે બધું છોડવાની શક્તિ મળી. સર્વજ્ઞએ બતાવેલવિરતિ ધર્મની પ્રાપ્તિ થઈ. કેમ કેદાન આપતાં અપાર હર્ષગુણો પ્રત્યેનું અપૂર્વબહુમાન અને નિરાશસ ભાવે દાન કરવાથી તેઓ અભયદાન સ્વરૂપવિરતિ ધર્મને સ્વીકારનાર થયા. ચંદનાએ પ્રભુ વિરનો અભિગ્રહ પૂર્ણ કર્યો ત્યારે દેવતાઓએ ૧રી ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી તેની અધિકારી ચંદના હતી. છતાં ચંદના વિચારે છે કે મૂળા શેઠાણીએ આ પરિસ્થિતિ ઊભી કરી તો મને અઠમ તપ થયો. પ્રભુ વિરનો અભિગ્રહ પૂર્ણ કરવામાં તે સહાયક બની માટે તે બધા ધનની અધિકારી મૂળા શેઠાણીને બનાવી. આમ દાનનું ફળ દાન. ધન પરથી મૂચ્છ ઉતરી જાય. આપણે તો માત્રક્રિયામાં જ પૂર્ણતા માની તેથી સંસારમાં ક્રિયા કરતાં જ રહ્યાં. માટે ભાવધર્મની પ્રાપ્તિન થઈ. આપણે શાતાનું સેવન એટલું બધું કર્યું છે કે જેથી સમતા આત્માથી દૂર ચાલી ગઈ છે. આત્મામાં સહજ ધર્મનો ઝરો વહી જ રહ્યો છે, તેમાં જે વચ્ચે આવરણ આવી ગયું છે તેને દૂર કરવા રજોહરણ આદિ સાધનો જોઈશે જ! જેમ પાતાલમાં ર૫ ફૂટ નીચે પાણીનો નિર્મળ ઝરો વહી રહ્યો છે તો તેને પ્રગટ જ્ઞાનસાર-૩ || છ