________________ સાવધાન રહેવાનું. જ્ઞાનગુણ જેમ જેમ શુદ્ધ થતો જાય તેમ તે ગુણ ગુણની ભૂખ જગાડે. જ્ઞાનયોગ અને ક્રિયાયોગ બને ભિન્ન છે. જ્ઞાનયોગ એ અંતરના પરિણામ સ્વરૂપ છે. માટે તેનો સ્વ આત્મા અને કેવલી સિવાય બીજો કોઈ નિર્ણય ન કરી શકે. સાયિક ભાવની ઝંખના અને પૂર્ણ સ્વભાવનો ઉપયોગ ન હોય તો જ્ઞાનમાં મલિનતા આવતા વાર નથી લાગતી. ક્ષાયોપશમિક ભાવમાં ગુણો સાથે દોષો પણ રહેલાં છે તેથી તેને દૂર કરવા સાવધાનપણું જરૂરી છે. આત્મા જો યથાર્થ રીતે શેયનો જ્ઞાતા હોય તો જ્યારે પોતાનામાં મોહ ભળે ત્યારે તે ચારિત્ર મોહના ઉદયને સમજી શકે છે અને તેને તોડવાનો પુરુષાર્થ પણ આદરે છે. પણ જો જ્ઞાતા બની શેયમાં ડૂબી જાય તો તે જ્ઞાતાપણું યથાર્થ રહેતું નથી. વિરતિ એટલે શું? તમે જે દ્રવ્યને છોડો છો તે દ્રવ્ય પ્રત્યે રહેલા મોહને પણ છોડવાનો. જેટલો મોહથી વિરામ પામે તેટલી વિરતિ પરિણામ પામેલી કહેવાય. 2 કિયા શુદ્ધ કયારે કહેવાય? જ્ઞાનના પરિણામમાંઉપાદેય પરિણામહોય. ક્રિયાના પરિણામમાંય પરિણામ હોય. નિશ્ચયથી ક્રિયા હેય છે પણ વ્યવહારથી ઉપાદેય છે. ક્રિયા નિશ્ચયથી હેય છે માટે મારે ક્રિયાથી પણ છૂટવાનું છે. સાધ્યને સાધના પૂરતી ક્રિયા ઉપાદેય પછી હેયસ્વરૂપે છે. માટે તેમાં ઉદાસીન પરિણામ હોવો જોઈએ. ક્રિયા કરતી વખતે આત્મવીર્યયોગમાં વપરાય છે તે ભાન હોવું જોઈએ ત્યારે તે શુદ્ધ બને અપૂર્વનિર્જરાનું કારણ બને. નિશ્ચયથી જે ઉપાદેય છે તેમય બનવાનો દ્રઢ પરિણામ હોવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 4