________________ ઊભું થયું છે. તેથી શરીરને ખાવાનું આપવું પડે છે. આ શરીર રૂપી ભૂતડું વળગ્યું છે તેથી આત્માનો અણાહારી સ્વભાવ પ્રાપ્ત થતો નથી. શરીરને કાઢ વા માટે સર્વજ્ઞએ કહ્યા મુજબ અથાગ પુરુષાર્થ કરવો પડશે. તેને કાઢવા માટે મોક્ષમાર્ગની સાધના છે. જીવે રર પરિષહોને સહવાના છે. તેમાં પ્રથમ જ સુધા વેદનીય પરિષહ છે. ભૂખ લાગી ને તરત જ જે જે માંગે તે આપી દીધું જરૂર કરતાં વધારે આપ્યું તેથી વેદનીય કર્મ બંધાયું. વારંવાર ટેસ્ટથી ખાવું, વખાણ કરતાં કરતાં ખાવું, બીજા પાસે અનુમોદના કરવી આ બધું પાપ સ્વરૂપે છે. આત્મામાં ખાવાના સંસ્કારો પડતા જાય અને આત્મગુણોથી દૂર થતો જાય. જેમ જેમ સંઘયણ બળ વધુ, મોહનો ઉદય વધે તેમ આસક્તિની તીવ્રતા પણ વધુ. અત્યારે આપણે બીજી નરક સુધી જઈશકીએ કારણ કે સંઘયણ છેવટું છેલ્લું છે. પ્રશ્ન:- ખાવા માટે દીક્ષા અપાય? રાતના દીક્ષા અપાય? ઉત્તર - આર્ય સુહરિ સૂરિ મ.સા.એ ભિખારીને ખાવા માટે દીક્ષા આપી હતી. કેમકે તેઓદશપૂર્વધરવિશિષ્ટ જ્ઞાની હતા. જ્ઞાનના બળે જોયું કે શાસનની મહાપ્રભાવના કરનારો થશે માટે આપી હતી. આર્ય સુહસ્તિસૂરિ મ.સા. પોતાના શિષ્યોને સ્વાધ્યાય કરાવતા હતા. તેમાં નલિનીગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. અવંતિસુકમાલે તે સાંભળ્યું અને જાતિસ્મરણ જ્ઞાન થયું કે હું ત્યાંથી આવ્યો છું. અહીં બધું નિરસ લાગ્યું. જાણતા હતા કે સંયમ લીધા વિના ફરી ત્યાં ન જઈ શકાય. ગુરુદેવને રાતના આવી કહે છે કે મારે અહીં રહેવું નથી, મને હમણાં જ દીક્ષા આપો. ગુરુદેવે તેની યોગ્યતા જાણી રાતનાદીક્ષા આપી હતી. તમારે ક્યાં દીક્ષા જોઈએ છે? અવંતિસુકમાલે તો આત્મકલ્યાણ સાધ્યું. ગમે તે રીતે મેળવીને ખાવું–હિંસા કરીને પણ ખાવું તે રૌદ્રધ્યાન છે. જીવ રાગાદિ ભાવોની તીવ્રતાને સ્પર્શે તો તે રૌદ્રધ્યાન છે. જ્ઞાનસાર–૩ // ડર