________________ ક્ષાયોપથમિક સાધનાઓ પૂર્ણતા પામવા માટે સાધન સ્વરૂપે જ છે. કેમ કે તેના દ્વારા આત્મામાં પૂર્ણ ધર્મ પરિપૂર્ણ સ્વભાવ પ્રગટ થતો નથી. તે આત્મામાં જવા માટે સહાયક છે પણ સાધ્યરૂપે નથી. જો સાધ્યરૂપે માની લઈએ તો વિકાસ અટકી જાય. આત્મામાં 14 પૂર્વો પ્રગટ થઈ જાય તો પણ તેમાં સંતોષ માનીને બેસી ન રહે. જેમ જેમ જ્ઞાન વધે તેમ આત્મા ગંભીર બને. ચૌદ પૂર્વ પણ કેવલજ્ઞાન પાસે બિંદુમાત્ર પણ નથી. જો તેમાં સંતોષ માની લે તો પૂર્ણતા પ્રગટ ન થાય. થોડું મળી જાય પછી અધિકમેળવવાનું મન ન થાય તે સંતોષ. ધર્મધર્મની ભૂખ ઊભી કરે, ગુણ-ગુણની ભૂખ ઊભી કરે. જેમ જેમ સમ્યગુજ્ઞાન વધતું જાય તેમ તેમ કેવલજ્ઞાન મેળવવાની ભૂખ પણ વધતી જાય. "આગમ અરિસો જોવતાં, મોક્ષ નગર દીઠું અતિ દૂર છે." 14 પૂર્વીને પણ પોતાનું કેવલજ્ઞાન દૂર દેખાશે. આપણને તો થોડું જ્ઞાન આવે એટલે ઘણું જ્ઞાન આવી ગયાનો સંતોષ થાય. જેના જ્ઞાનમાંથી દર્શન મોહ અને ચારિત્ર મોહ ચાલ્યું જાય તેનું જ્ઞાન ગંભીર હોય. તેવો આત્મા ઘણું જ્ઞાન આવે ત્યારે જગતને જણાવવા ન જાય પણ જગતથી અલિપ્ત થતો જાય. તપમાં–જ્ઞાનમાં આરામ ન હોય. તપસી પારણામાં અધિક નિર્જરા કરે તો તે તપસ્વી છે. ખાવું એ પાપ માને. પારણામાં તપના પરિણામને અનુભવે. ખાવું એ પાપ તો ખાવાની ઈચ્છા કરવી એ મહાપાપ. આપણે તો ભૂખ ન લાગતી હોય તો ભૂખ લગાડવાનો પ્રયત્ન કરીએ. પૂર્ણતા તરફનું લક્ષ ન હોય તો ક્યારેય પૂર્ણ નહીં બની શકાય. સુધાવેદનીયના ઉદયની શરૂઆત થાય ત્યારે જીવે વિચારવાનું છે કે આ શરીરને પુદ્ગલની જરૂર પડી છે તો પુદ્ગલ આપી દેવા પણ સારા-નરસારૂપ ઇચ્છા ન કરવી. સુધા વેદનીય દ્વારા પુદ્ગલ ગ્રહણનું પ્રયોજન જ્ઞાનસાર-૩ || 1.