________________ જેમ અગ્નિના કાણિયાનો વિશ્વાસ ન કરાય તેમ ક્ષાયોપથમિકભાવના ધર્મનો પણ વિશ્વાસ કરાય નહીં. માટે જ વીર પ્રભુ ગૌતમને કહે છે કે સમયે જય માં પાયા તારા સ્વભાવમાં રહેવામાં તું પ્રમાદ ન કરતો નહિતર વિભાવમાં જતાં વાર નહીં લાગે. આપણો ઘણો ટાઈમ ઊંઘમાં અને વાતોમાં પસાર થઈ જાય છે. "તત્ત્વ જાણે વિરલા, વળી સાંભળે કોઈ, તત્ત્વને ધારે વિરલા, વળી ધ્યાવે કોઈ..." (યોગસાર) જીવ જ્યાં સુધી ધર્મનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી તેને જાણવામાં રસ હોય છે તેથી તે જ્ઞાની. ગીતાર્થ પુરુષ પાસે સાંભળવા જાય. સંભળાવવાવાળા તો ઘણા મળે પણ તેને ધારી રાખનારા વિરલા જ હોય. ધારીને પછી તેનું અંતરમાં ધ્યાન કરનાર અર્થાત્ તેને આત્મામાં પરિણત કરનાર સ્વભાવરૂપ બનાવનારા તો ખૂબ જ વિરલ આત્માઓ હોય છે. નવતત્વ જાણતો ન હોય છતાં કર્મલઘુતાથી તેને આત્મામાં શ્રદ્ધા થઈ જાય. પછી તેને તેમાં કોઈ વિકલ્પ ન આવે. આત્મહિતને સાધી લે. નિસર્ગથી સમક્તિ પામી જાય. દ્રવ્ય સંયમ પાળવાથી શાતા પમાય પુણ્ય બંધાય પણ ગુણોની પ્રાપ્તિ ન થાય. ગુણોને પામવાની ઇચ્છા હોય તો જ ગુણોને પામી શકાય છે. આત્મામાં સત્તાએસિધ્ધ સ્વરૂપ રહેલું છે પણ આત્મા તેનો અનુભવ કરી શકતો નથી કેમ કે તે પરને વળગીને બેઠેલો છે. સાધ્યને સાધવાની રુચિપ્રગટવી જોઈએ. તેનો ઉપયોગ સતત રહેવો જોઈએ. આપણી શક્તિ એક સમયમાં લોકાલોકને દેખી શકાય તેવી છે. પરંતુ અત્યારે તે પ્રગટેલી નથી. પૂર્ણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુધ્ધ અશુધ્ધનું મિશ્રણ છે. અશુધ્ધના ઉદયમાં મોહવિચલિત ન કરી જાય તે માટે આત્માએ જ્ઞાનસાર-૩ || 3