________________ સામાયિક અતિ વિશુદ્ધ બનવાના કારણે સંયમ ગ્રહણ કરતાં જ પરમાત્મા ૪થાથી ૭મા ગુણઠાણે આવી ગયા. મન:પર્યવજ્ઞાન પ્રગટ થઈગયું. જડ પ્રત્યેનો તીવ્ર રાગ જ્યારે મંદ પડે ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે. પુણ્યનો પ્રકૃષ્ટ ઉદય ચાલતો હોય, લોકમાં માન-સન્માન મળે, વાહ વાહ થાય તેમાં જો આપણે સાવધાન રહીએ તો બચી શકીએ. અચરમાવર્ત કાળમાં જીવને જડ પ્રત્યે તીવ્ર રાગ અને મોક્ષ પ્રત્યે દ્વેષભાવ હોય છે. સંસારના સુખ–શરીરના સુખના તીવ્ર રાગના કારણે જીવોની ઉપેક્ષા કરીએ છીએ માટે જયણા ધર્મનું પાલન થતું નથી. યોગ એ ઉપયોગની ધારાને પ્રગટ કરવા માટે નિમિત્ત દ્રવ્ય છે છતાં હું તેમ નથી કરતો તેનો ખેદ થાય છે ખરો? બેખબર આત્માની મોહરાજા પૂરેપૂરી ખબર લઈ લેશે. વધારેમાં વધારે વ્યક્ત દુખ કોણ ભોગવે છે? મિથ્યાત્વથી વાસિત એવો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જઅધિક વ્યક્ત દુઃખ ભોગવે છે. અનાદિ કાળથી પુદ્ગલથી છૂટવાની સાધના નથી કરી તેથી પુદ્ગલનો સંબંધ થયો છે. પુદ્ગલને માત્ર ટેકારૂપે માનવાનો છે. જ્ઞાન સ્વ–પર પ્રકાશક છે. સ્વનું પ્રકાશકન બને તો પરનું પ્રકાશકજ બની ભવભ્રમણને વધારનારું બને. માટે હવે આ ભવમાં પુગલને છોડવાની સાધના કરવાની છે. 'શાન સુખની ખાણ છે, દુઃખ ખાણ અશાન.' જ્ઞાન એ પરમ તપ છે. જ્ઞાન જો સમ્યગ દર્શનથી વાસિત હોય તો તે આઠે કર્મોને તપાવે છે અને આત્માને વિશુદ્ધ બનાવે છે. પુદ્ગલભાવને રુચિ પૂર્વક છોડે ત્યારે જ્ઞાન નિર્મળ હોયતેતપરૂપ બની જાય છે. વ્યવહારથી તપની પૂર્ણાહૂતિ હોય, નિશ્ચય તપની શરૂઆત હોય અર્થાત્ પરિણામથી તપ શરૂ થાય. જ્ઞાનસાર-૩ | 9