________________ શરીરરૂપી ઉપાધિથી છૂટવા ઔદયિક ભાવને નષ્ટ કરવાનો છે. પરના સંયોગોથી આત્મા ભાવપીડા ભોગવે છે તેને દૂર કરવાનું કાર્ય મનુષ્યભવમાં વિરતિધર્મ પામવા દ્વારા સહજ રીતે થઈ શકે છે. સૌથી વધારેમાં વધારે અવ્યક્તપીડા નિગોદના જીવોને હોય છે. આ જો સમ્યગુદર્શન હોય તો સર્વજ્ઞવચન છે એમ શ્રધ્ધા થાય. નબળાને ટેકો જોઈએ, ટેકાથી સબળો થાય. તેમ ક્ષાયોપથમિક ભાવના ટેકા દ્વારા આત્મા સબળો બને એટલે ક્ષાયિક ભાવને પામી જાય ત્યારે ક્ષાયોપથમિક ભાવ રૂપ ટેકો છૂટી જાય. માટે સબળા બનવા માટે વ્યવહારમાં આપણને સત્સંગનો રંગ એવો લાગવો જોઈએ કે એક ક્ષણ પણ તેના વિના ન ચાલે. સત્સંગ આત્માને ઉપયોગમાં રાખે છે કે મળેલી શક્તિનો હું દૂરપયોગ નહીં કરું, અથવા તેનો દુરુપયોગ કરીશ તો તે શક્તિ અને ભવિષ્યમાં નહીં મળે. અકબર રાજાને સત્સંગનો રંગ કેવો લાગ્યો હતો કે ઉપાધ્યાય ભાનુવિજયજી તેને ત્યાં 20 વર્ષ રહ્યાં. તેના જહાંગીરાદિ પુત્રો તેમની પાસે ભણ્યા. સત્સંગના રંગની એવી તાકાત છે કે તેના સિવાય બીજા કોઈ સંગની જરૂર ન પડે. a આત્મા બે પ્રકારે અપૂર્વકરણ કરે. એક તાત્ત્વિક અને બીજું અતાત્ત્વિક. (1) સમ્યગદર્શન પામે ત્યારે (અતાત્ત્વિક) ક્ષપકશ્રેણિ માંડે ત્યારે. (તાત્ત્વિક) આત્મામાં અનંત શક્તિ રહેલી છે તેના દ્વારા આત્મા બધું કાર્ય કરે છે. ઉંઘમાં પણ વીર્યશકિત દ્વારા શરીરની અંદર તંત્ર બરાબર ચાલે છે. વીર્ય શક્તિ બે પ્રકારે. (1) દ્રવ્ય વીર્ય - આહારાદિ ગ્રહણ કરી શરીરને 7 ધાતુરૂપે પરિણમાવે તે. (2) લવ જ્ઞાનસાર-૩ || 71