________________ કરવા માટે કોદાળી દ્વારા તેટલે ઊંડે ખોદવું પડશે તો જ તે નિર્મળ પાણી પીવામાં કામ લાગશે. તે જ રીતે રજોહરણ આદિ સાધનો દ્વારા આત્મ પરિણતિવિશુધ્ધ કરતાં કરતાં કેવલજ્ઞાન રૂપી ઝરો આત્મામાં પ્રગટ થશે તો સહજાનંદ અનુભવાશે. જ્યારે મોહ હોય ત્યારે શાતા અશાતાનો પરિણામ રતિ અરતિના ઉદયરૂપે હોય. ધર્મ પરિણામનો જીવદેવ-ગુરુ-જિનવાણી સ્વાધ્યાય આદિનિમિત્તો દ્વારા અનુભવ કરે છે. શરૂઆતમાં પોતાના ગુણોને પ્રગટ કરે ત્યારે સવિકલ્પરૂપે પ્રગટ કરે. જીવ જેટલા અંશે શુધ્ધ ધર્મને સેવે તેટલા અંશે કર્મને નિર્જરે છે. ત્યારે પ્રતિકૂળતા પ્રતિકૂળતારૂપ લાગતી નથી કેમ કે સમતાનો પરિણામ છે. સમ્યગુદર્શન ૪થા ગુણઠાણે પ્રાપ્ત થાય પણ તેને મેળવવાનો પુરુષાર્થ ૧લા ગુણઠાણે જ થાય. મિથ્યાત્વ મંદ પડે ત્યારે તેને આત્મદશાનું ભાન થાય અને ઓઘથી મોક્ષનો અભિલાષ થાય.૪ થે આત્માને વિષે સ્પષ્ટ બોધ હોય. આમ મિથ્યાત્વી જીવ પણ લઘુકર્મી બની શુધ્ધ બની શુધ્ધ એવા આત્મભાવોની સ્પર્શના કરે ત્યારે સમ્યગુદર્શન પામ્યો કહેવાય. જેનામાંજિજ્ઞાસા ગુણ પ્રબળ હોય તે સમ્યગદર્શન ગુણને પામી શકે. 1 થી 4 દષ્ટિમાં ગમે તેટલા તપ-ત્યાગાદિ હોવા છતાં સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે બોધ નથી તેથી તે અસ્થિર હોય. અપુનબંધક દશામાં આત્મામાં ઉહાપોહ જાગે, સત્યને જાણવાની જિજ્ઞાસા થાય. આપણી દરેક ક્રિયાઓ રહસ્યોથી ભરેલી છે તેના એંદપર્યાયને પામવાનો પુરુષાર્થ હોય તો તેનો કોઈપણ ધર્મ વ્યવહાર જિજ્ઞાસાથી યુક્ત હોય. બધા ધર્મ કરે છે માટે મારે પણ કરી લેવો તેવી વૃત્તિ ન હોય. સંસાર પરથી જેને મમતા ઉતરી ગઈ હોય તેને ધર્મમાં જિજ્ઞાસા થાય. 1 રત્નત્રયીના બે ભેદ (1) ભેદ રત્નત્રયી - સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્ર હોય પણ તદ્ગત પરિણામરૂપે ન હોય. છે જ્ઞાનસાર-૩ || 67