________________ ઉદાસીનઃ ઉદ્ઊંચે–આસીન રહેવું. રાગદ્વેષથી ઊઠીને ઊંચે રહેવું. શુધ્ધ પરિણામ અલ્પ જ આવે વિજળીના ઝબકારા જેવો પણ તેના દ્વારા અપૂર્વનિર્જરા થઈ જાય. વર્તમાનમાં નિશ્ચયનું લક્ષ છૂટી જવાના કારણે માત્ર વ્યવહારમાં અટવાઈ ગયાં છીએ. વિરતિના પરિણામ પૂર્વકની ક્રિયા હોય ત્યારે વાસ્તવિક નિર્જરા થાય. "ચિત્ત આત્મામાં જાય તો મમતાની સાંકળ તૂટે. ચિત્ત શરીરમાં જાય તો મમતારૂપ સાંકળથી બધાય !" આત્માના ગુણોમાં પ્રથમ શ્રધ્ધારૂપે સમ્યગ્ગદર્શન ગુણ પ્રગટ થાય. આત્માના ગુણોની જાણ થવા છતાં તે ગુણોની રૂચિ કેમ ન થાય? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય તેથી આત્માનું સ્વરૂપ સમજાય પણ મિથ્યાત્વનો પરિણામ ઉદયમાં હોવાથી આત્માના ગુણોને પ્રગટ કરવાની રૂચિ ન થાય. આત્મામાં કેવલજ્ઞાન રહેલું છે, તેમ કેવલીઓ કહે છે. એવું સાંભળ્યા પછી કેવલજ્ઞાન ગમી ગયું? ગમી જાય તો એને પ્રગટ કરવાનો પુરુષાર્થ કેવો? * સમ્યગદર્શનના 67 બોલ સમ્યગુદર્શનને પ્રગટ કરવાના ઉપાયો છે. * જ્ઞાનાચારાદિ પાંચમાં મોક્ષનો સમગ્ર વ્યવહાર માર્ગ સમાઈ જાય છે. બધા વ્યવહારો સાધન રૂપે છે પણ આપણે સાધ્ય માનીને તેમાં અટવાઈ ગયાં છીએ. જ્યારે સમ્યગુદર્શન પ્રગટ થાય છે ત્યારે આત્મામાં રહેલી મલિનતાને મલિનતારૂપે જોઈ શકાય છે. તેને વિશેષ કાઢવા ક્ષાયિક ગુણોને પરિણામ પામવાનો પુરુષાર્થ આદરાય છે. તમે કે તું કેમ છો? એ પ્રશ્ન અધ્યાત્મમાર્ગમાં જવા માટેનું પરમાર છે. આત્માને પૂછવાનું છે તું કેમ છો? તેને બદલે તમે કેમ છો? તે પૂછી તેના સંસારનો ઇતિહાસ જાણી લઈએ છીએ અને સંસાર વધારીએ છીએ. જ્ઞાનસાર-૩ // 5