________________ પ્રતિકૂળ શરીરમાં પણ આત્માનું સુખ ભોગવી શકાય. પૂ. પદ્મવિજયજી મ. (પૂ. ભુવનભાનુ સૂરિ મ.ના ભાઈમહારાજ) નાકમાં નળી દ્વારા આહાર આપતા આવી શરીરની નબળી અવસ્થામાં પણ માસક્ષમણ વિ. તપ કર્યો. શરીર અને આત્માનો ભેદ પરખાઈ જાય, આત્માની અચિંત્યશક્તિનો પરિચય અને તેની શ્રદ્ધા થઈ જાય તો આત્મા ગમે તે પરિસ્થિતિમાં પણ સમભાવે રહી શકશે. સ્વ આત્મવીર્ય પર વિશ્વાસ જાગી ગયો હોય તો ગમે તેવા કષ્ટો સહન કરીને પોતાના આત્માનું સાધી લેશે. મિથ્યાત્વનો ઉદય થાય તો મતિ બગડી જાય પછી તેની મતિ સુધરી ન શકે. સમ્યગદર્શનના પરિણામ હોય તો મતિ બગડે નહીં. મરીચિને મિથ્યાત્વનો ઉદય થવાના કારણે શરીર પર બહુમાન આવ્યું આત્મા પરનું બહુમાન ચાલ્યું ગયું. શિષ્યની ઇચ્છાના કારણે લોભ મોહનીય નડી ગયો. ચારિત્રમોહનીયના ઉદયમાં જો સાવધાન રહ્યાં તો તે અનંતાનુબંધીને ખેંચી લાવે છે. ક્ષાયોપથમિક ભાવ પૂર્ણ શુધ્ધ નથી માટે તે અશુધ્ધતાભણી જીવને ખેંચી લઈ જઈ શકે છે. આથી જ વ્યવહારથી ઉપાદેય એવા લાયોપથમિક ભાવના ધર્મો નિશ્ચયથી હેય જ છે. આ ઉપયોગ જો આત્મામાં વર્તતો હોય તો સારા કાળમાં સામગ્રીની પૂર્ણતા અંતર્મુહૂર્તમાં પણ સર્વ કર્મનો ક્ષય કરી શકશે કેમ કે શુદ્ધ ઉપયોગે નિર્જરા અને યોગે બંધ છે. જો મતિ ન બગડે તો આત્માની ગતિ સુધરી શકે. જીવ કર્મલઘુતાના કારણે પણ મિથ્યાત્વ મંદ પડતા આત્મધર્મને પામી જાય. જ્યાં સુધી પૂર્ણતા ન પામે ત્યાં સુધી ચેન ન પડે તે આત્માના જ્ઞાનસાર-૩ // 59