________________ 4 જ્ઞાન લાયોપથમિક ભાવના છે માટે વર્તમાનમાં તેના આલંબને ક્ષાયિક ભાવની પ્રાપ્તિ માટેની સાધના કરી લેવાની છે. તેમાં સાવધ રહેવાનું છે. દા.ત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ– પુત્ર શબ્દ સાંભળતા સ્નેહ રાગમાં અટવાઈ, માનસિકયુદ્ધ દ્વારા ૭મી નરકના દળિયા બાંધ્યા. પણ માથે મુગટ લેવા જતાં સાવધ બની ગયા કે હું તો મુનિ છું–મેં આ શું કર્યું? પશ્ચાતાપની વિશુધ્ધધારા ચાલી તો કેવલજ્ઞાન પામી ગયા. આમ, આપણે પણ ક્ષયોપશમ ભાવના સહારે સાવધ રહી ક્ષાયિકભાવને સાધી લેવાનો છે. આપણા માટે દુઃખની વાત એ છે કે જે આપણી સાથે ન રહી શકે તેની સાથે રહેવું છે અને આપણી સાથે જે સદા રહી શકે તેની સાથે આપણે રહેવુંનથી. સમ્યગદર્શન આવે ત્યારે જ પોતાની વસ્તુ પર પ્રેમ જાગે અને પરને સહજ છોડવાની રુચિ પ્રગટે. સ્વપર પ્રેમ જાગતાં જ આત્માનો ધર્મ પુરુષાર્થ થાય કેમ કે રુચિ અનુયાયી વીર્ય છે. ધર્મમાં રુચિ થતાં વીર્ય તે તરફ પરિણામી બને છે. વિભાવ દશાથી આત્મા હટે નહીં ત્યાં સુધી સ્વભાવદશા પ્રાપ્ત થાય નહીં. ગુણ સ્વરૂપી આત્મા કર્મોથી આવરિત થયેલો છે માટે જો આવરણ હટે તો જ ગુણ આવિર્ભાવ પામે. પોતાના ગુણોમાં રમવું તે ધર્મ પુદ્ગલના ગુણોની અંદર રમવું તે અધર્મ. B પુદ્ગલ પરાવર્તનકાળ એટલે શું? પુગલમાં પરાવર્તન થવાનો કાળ એટલે જ પુદ્ગલ પરાવર્તકાળ. તેમાંથી છૂટવાનો છેલ્લો પુગલ પરાવર્તકાળ એટલે જ ચરમ પુદ્ગલ પરાવર્તકાળ. ચરમમાં આવ્યા પછી જ તેને આ પરાવર્તકાળમાંથી છૂટવાનો અભિલાષ જાગે અધર્મમાંથી નીકળી આત્મવીર્યને ધર્મ પામવા તરફ વાળવાનું છે. જ્ઞાનસાર–૩ // પ૭