________________ જીવો જિન વચન રૂપ આજ્ઞાનું આલંબન લે તો સંસારરૂપી દાવાનલ પણ શીતલ બની જાય છે. સ્થિરને પકડીએ તો સ્થિર બની શકાય. વચન ક્ષમાની શરૂઆત થાય તો કષાયમળનો સહજ હ્રાસ થયા વિના ન રહે. સાધુ જીવનમાં વચન ક્ષમાની પ્રધાનતા છે. સાધુપણામાં કષાય ભાવથી બદલો લેવાનું મન થાય તો તે સાધુપણું નિષ્ફળ છે. આપણે કષાય કરનારના પણ કલ્યાણમિત્ર બનવાનું છે. પ્રથમની ત્રણ ક્ષમા ક્ષાયોપથમિક ભાવની છે. જ્યારે વચન ક્ષમા અનંતાનુબંધી-૪, અપ્રત્યાખ્યાનીય-૪, પ્રત્યાખ્યાનીય -4 = ૧ર કષાયો જાય ત્યારે આવે. સર્વજ્ઞના વચનના આલબને ક્ષમા આવે. માતા-પિતા વડિલો આદિ આપણા ઉપકારી છે. તેઓ ઠપકો આપે તો સામું ન બોલાય તો પછી ગુરુ માટે શું ન સહન કરાય? બધું જ. માતા-પિતાને ચામડીના જોડા બનાવીને પહેરાવો તો પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. માતાપિતાને દુઃખી કરવામાં નિમિત્તભૂત ન બનીએ તોજ ભવપરંપરા અટકશે. તે માટે સમ્યગુ જ્ઞાન જ આત્માને ઉપયોગી બનશે. જ્ઞાનની સાધના માટે આચારો બતાવ્યા. તેમાં વિનય નામનો આચાર મુખ્ય છે. વિનય એ સર્વ ગુણોનું મૂળ છે. ગુણથી જ આત્મા બીજા આત્મા પર ઉપકાર કરે છે. વિનય ગુણ અનેક ગુણોને ખેચી લાવે છે. આઠે કર્મોને જે વિશેષથી આત્મામાંથી દૂર લઈ જાય તે વિનય. ગુણમય બન્યા વિના નિર્જરા ધર્મ પ્રગટતો નથી. રાજા અને ગુરુ વચ્ચે સંવાદ થયો. રાજા કહે મારા પુત્રો વિનયી છે. જ્યારે ગુરુ કહેતમારા પુત્રો કરતા મારા શિષ્યો વિનયમાંચડી જાય. ગુરુ પરીક્ષા કરે છે. ગંગાનું વહેણ કઈદિશામાં વહે છે તે જોઈ આવો. રાજ પુત્રે જોયા વિના, ગયા વિના કહી દીધું કે પૂર્વ દિશા તરફ વહે છે. એ તો બધા જાણે છે. જ્યારે શિષ્યો સમજી ગયા કે ગુરુએ પૂછ્યું છે તેનું કારણ હશે? ગંગા નદી પાસે જઈ જોઈ અને કહ્યું કે ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. ગુપ્તચરો દ્વારા ખબર પડી જ્ઞાનસાર-૩ // 55