________________ પર્યાય વધે તેમ મોહ વધુ નડે, પડવાની દિશા વધુ રહે. પર્યાય વધે તેમ લઘુતા–નમ્રતા પણ વધવી જોઈએ. પ.પૂ. મહોદય સૂરીશ્વરજી મહારાજા એક ઉત્તમ આદર્શ હતા. તેમનામાં ક્યાંય અહં જોવા મળતો નહતો. જાણે ગુરુ ગૌતમ નહોય!પ.પૂ.રામચંદ્ર સૂરી મ.ને પૂર્ણ સમર્પિત થઈને રહેલા હતા. આચાર્યઆદિપટ્વી એજિનશાસનની વ્યવસ્થા જાળવવા માટે હતી. પણ જો તેને માનનું સાધન બનાવે તો તે પદની પણ નિશ્ચયથી કોઈ ગણતરી નથી. માટે જો જીવ સમતારૂપી પરમ ધનને પ્રાપ્ત કરે તો તેનો ઉદ્ધાર થયા વિના રહે નહીં તેને જિનાજ્ઞા બંધન રૂપે નહીં લાગે પણ તેના આનંદમાં વૃધ્ધિ કરાવનાર બનશે. આપણને નામનું મહત્ત્વ છે તેથી જ આપણું નામ ખોટી રીતે ચિતરાયતે સહન નથી થતું. જીવે ઔદયિક ભાવોનો સર્વથા ત્યાગ કરવાનો છે પછી ક્ષાયોપથમિક ભાવરૂપ ધર્મનો પણ ત્યાગ કરવાનો છે. ચંદનને કાપો, બાળો, છોલો તો પણ તે સુગંધ જ આપશે. તે જ રીતે આ દેહને કોઈ છે, બાળે, પીડા આપે તો પણ તેમાં ન ભળતા સમતારૂપી ધર્મને સ્વભાવગત બનાવી દેવાનો. અર્થાત્ ક્ષાયિકભાવને સિધ્ધ કરવાનો, જેમાં તે કાયાને માત્ર સાક્ષીરૂપે જ જાણે. ક્ષાયોપથમિક ધર્મ દ્વારા આત્માએ થોડું સાધ્યું તેટલા માત્રથી તેમાં સંતોષ માની લેવાનો નથી, પૂર્ણ સાધ્યનું લક્ષબિંદુ જે કેન્દ્રમાં હોવું ઘટે. 3 ભાવના - 3 પ્રકાર 1. ઉપશમભાવ:–અંતર્મુહૂત કાળ રહે. મોહના ઉદયનો અભાવ હોય પણ સત્તામાં હોય તેને ઉપશમ ભાવ કહેવાય. 2. ક્ષાયોપથમિક ભાવ:– સાગરોપમથી અધિક કાળ રહે. ઉદયમાં આવતા કર્મોનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મોનો ઉપશમ. વર્તમાનમાં ક્ષયોપશમ ભાવથી પ્રગટ થતા ગુણોને જીવે ભજવાના છે. તેના દ્વારા જીવનું સામર્થ્ય વધતું જાય, તે ગુણો સ્વભાવગત બનતા જાય પછી ક્ષયોપશમ રૂપ ભાવનો પણ જીવે ત્યાગ કરવાનો છે. જ્ઞાનસાર-૩ // 53