________________ ધર્મની આરાધના કરવા છતાં પણ જો આત્માની દષ્ટિ પરને મેળવવામાં જ રહે છે તો સાધ્યની સિધ્ધિ થઈ શકતી નથી. अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् હું અને મારુંએ મમતા જાય નહીં તો આત્મઘરમાં સમતા આવે નહીં. તમે ઘણી સામાયિકો કરી પણ ઘરમાં બધાના પ્રિય બન્યા? સમતાવાળી વ્યક્તિને જોઈ બધાને તેની પાસે રહેવાનું મન થાય. તેની પાસે આપેલા જીવ કરીને જાય,બળીને નહીં. મહા મિથ્યાત્વનો પરિણામ આત્માને હુંમાં જ રાખે છે. બહુ થી શરીર પર્યાયને પકડી તે જરૂપેહુંરહેલો છું તે ભાવમાં રમીએ છીએ. હું આત્મા છું તે સ્વીકારને બદલે આત્માને જ છૂ કરી દઈએ છીએ. કેમ કે રૂપ ગમી ગયું છે. રૂપી શરીરમાં આત્મા આસક્ત બન્યો છે અને અરૂપી અવિકારી એવા આત્માને જીવ ભૂલી ગયો છે. રૂપ માટે જ તે જીવે છે. ધારો કે તમે પૂજા ભણાવી તો તમારું ધ્યાન ક્યાં? પૂજાના શબ્દોમાં કે પછી કોણ આવ્યું- કોણ ગયું? ફોટો કેમ સારો આવે? આમ આપણે પૂજામાં પ્રભુગુણની સ્તવના સાંભળવાની હતી અને એ દ્વારા આત્માને નિર્મળ બનાવવાનો હતો.અરૂપી એવા પરમાત્માને ભજવાના હતા તેના બદલે આપણે રૂપમાં જ રમ્યા. આમ આપણે ધર્મ કરીને પણ અધર્મને જ સેવીએ છીએ. પૂજામાં ફોટા–કેમેરા–વિડિયો નહોય તો ચાલે ને? નામની પ્રસિધ્ધિ માટે જ ધર્મકર્યો કે નામમિટાવવા માટે ધર્મકર્યો? ધર્મ કરીને અધર્મનો ઝંડો ફેલાવવા જેવું મહાપાપ બીજું નથી. ગુરુ જો બધાની વચ્ચે કહે તો તે ગુરુનું પણ નામ બગાડ્યા વિના ન રહે. પણ એમ નવિચારે કે સારું થયું. મારા નામને કાઢવાની જ સાધના મારે કરવાની છે. નાડહ' હું કાંઈ નથી. ગુરુદેવ મને આ સાધના કરાવી રહ્યાં છે. જ્ઞાનસાર-૩ // પર