________________ સાધુપણામાં લોચ–ત્યાગ વગેરે કષ્ટમય નથી પણ સ્વેચ્છાએ વર્તવાની ઈચ્છા કરવી એ કષ્ટમય છે. પોતાની કોઈ ઈચ્છા હોય જ નહીં. ગુરુની ઈચ્છા એ જ પોતાની ઇચ્છા હોય તો જીવનમાં કે મૃત્યુમાં અસમાધિનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં. જીવ દેવ-ગુરુના શરણમાં તો ગયો પણ ઇચ્છારૂપ ચાવી પોતાના હાથમાં રાખી તેથી જીવનો ઉધ્ધાર ન થયો. પોતાની સ્વચ્છંદ–બુદ્ધિને તોડવાની અઘરામાં અઘરી વાત સાધુપણામાં છે. જેને ખરેખર મોક્ષની ઇચ્છા થાય તેને જગતની કોઈ વસ્તુની ઇચ્છા થાય? થાયતો એનું અંતર રડ્યા વિના રહે ખરું? જો જગતની વસ્તુની ઇચ્છા થાય તો માત્ર બોલવામાં જ મોક્ષની ઇચ્છા છે. આત્મસ્વભાવમાં રમણતા કરવાની ઇચ્છા સિવાય બીજી કોઈ ઇચ્છા કરવાની નથી. ધર્મથી અવશ્ય ધર્મની જ પ્રાપ્તિ થાય. પરંતુ આપણે જિનાજ્ઞાની વિરુધ્ધ કરીને ધર્મ દ્વારા અધર્મની જ પ્રાપ્તિ કરીએ છીએ. માટે ધર્મનથી ફળ તો. ધર્મ કરીને ઉત્તરોત્તર ધર્મની વૃધ્ધિ થાય તો ધર્મ સાનુબંધવાળો બનશે. પૂ. આનંદધનજી મ.સા.એ પૂ. યશોવિજયજી મ.સા.ને કહ્યું હતું કે વિદ્વતાની સાથે અનુભવનું અમૃત ભળે તો સોનામાં સુગંધ ભળે. આ વાતનો મર્મજ્યારે સમજ્યા ત્યારે તેઓએ ગાયું કે "ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં, પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કોઉં માનમેં..." (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી) સમક્તિ આવ્યા પછી મને શું નથી મળ્યું? એવી દીનતા પ્રગટે જ નહીં. સમકિત આવ્યા વિના સમતાને સધાય નહીં. પોતાના આત્માના ગુણો જ્યાં સુધી ગમે નહીં ત્યાં સુધી સમક્તિ પમાય નહીં. જ્ઞાનસાર-૩ // 51