________________ આપણામાં કંઈક મેળવવા રૂપ ઈચ્છા યોગ સતત પ્રગટેલો રહે છે. કંઈક મેળવવાની ઈચ્છા લોભ મોહનીયના ઉદયથી થાય છે. વીતરાગને ઈચ્છા તેને ઈચ્છા નથી. વીતરાગને પ્રશસ્ત પણ ઈચ્છા ન થાય. મોક્ષ સ્વરૂપ જ આત્મા છે તેથી મોક્ષની ઈચ્છા પણ કરવાની રહેતી નથી. જ્યાં પૂર્ણતાનો અભાવ છે ત્યાં જ ઈચ્છાનો ઉદય છે. આત્મા જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન બને ત્યાં સુધી ક્રોધાદિ કષાયો આત્માના સ્વભાવથી વિરુદ્ધ એવી પર વસ્તુની ઈચ્છા કરાવે. n પત્ની કેવી હોવી જોઈએ? પત્ની - કાંતા કેવી હોવી જોઈએ? જેને આત્મનિરતર ભોગવી શકે થાકે નહીં, પોતે પીડા ન પામે સામેનાને પણ પીડા ન આપે તેને ભોગવતાં આત્મામાં નિરંતર આનંદની વૃદ્ધિ થયા કરે.તે કાંતા કોણ? સમતારૂપી કાંતા છે. સમતા ભોગવવામાં આત્માને કોઈ સાધનની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. સમતા ભોગવતી વખતે જીવ બીજાને પીડામાં નિમિત્તભૂત પણ બનતો નથી. આવી કાંતાને સમ્યગૂ જ્ઞાની સતત ઝંખે. આત્મા પરને ભોગવતો હોય ત્યારે અંતરમાંમહાવ્યથાને ભોગવે અને પરમાત્માની મહાકરુણા છે કે દુઃખથી છોડાવવા જૈનશાસન રૂપ અનુશાસન પ્રવર્તાવ્યું. સર્વજ્ઞની આણા ત્રિલોક પર પ્રવર્તે છે. આ શાસનમાં જે નિશ્ચયથી પ્રવેશ પામી જાય અર્થાત્ જેના રાગદ્વેષ મંદ પડી જાય તે ક્યારેય મોહના શાસનમાં મૂંઝાય નહીં. જગતના જીવો જ્યાં સુધી મોહના અનુશાસનને છોડશે નહીં ત્યાં સુધી વાસ્તવિક અર્થમાં સુખી બની શકશે નહીં. જ્ઞાનસાર-૩ || 50