________________ આત્માનું આત્મ સ્વભાવ રૂપે સહજ રીતે પરિણમન થવું તે પારિણામિક ભાવ છે. આત્મા પરિણામી હોવાથી કાં તો સંસાર તરફ પરિણામ રહે કાં તો મોક્ષ તરફ પરિણામ રહે. શાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા, કર્મ થાયે ચકચૂર. રાગદ્વેષથી મલિન બનેલા સ્વ આત્માને શ્રી જિન વચનામૃતથી સ્નાન કરાવશું તો જ કર્મો ચકચૂર થશે અને પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ થશે. સૌથી વધુ કર્મબંધમિથ્યાજ્ઞાનની હાજરીમાં અને કર્મની નિર્જરા પણ સમ્યગુ જ્ઞાનની હાજરીમાં જ થાય. સર્વજ્ઞએ જેને દુઃખ કહ્યું છે તેને સુખ માનીને ભોગવશે તે મિથ્યાજ્ઞાની, મિથ્યાદષ્ટિ સંશી પચંદ્રિયને બે સંજ્ઞા હોય. (1) દીર્ઘકાલિકી અને (2) હેતુવાદોપદેશિકી. સમ્યમ્ દષ્ટિ સંજ્ઞી પદ્રિયને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય તેમાં અસશીપચેજિને માત્ર હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય. આત્મામાં જ સુખ છે, પરમાં દુઃખ છે. એ વાતનો આપણને સ્વીકાર છે ખરો? બધા અનુકૂળ હોય છતાં પોતાને ખ્યાલ હોય કે આ બધું ઔદયિક ભાવનું છે. પોતાના આત્માને બધે કેન્દ્રમાં રાખવાનો છે. ઈચ્છા થવાનું કારણ અત્યારે ત્યાગ અષ્ટક ચાલે છે. શાનો ત્યાગ કરવાનો? ઔદયિક ભાવનો ત્યાગ કરવાનો છે, ક્ષાયોપથમિક રૂપ ગુણ સંપદા પણ અપૂર્ણ છે. તેની સહાયથી ક્ષાયિક સંપદા પામી તે ક્ષાયોપથમિક ભાવનો પણ ત્યાગ કરવાનો છે. ક્ષયોપશમ ભાવની સામગ્રી પણ સાધનરૂપ જ છે. જ્ઞાનસાર-૩ || 49