________________ "પતા પ્રભ જિન તુજ-મુજ આંતરું રે; કિ ભાજે ભગવત?” (પૂ. આનંદઘનજી મહારાજ) આપણે અનંતના સ્વામી અનંતના ભોગી આ સંપત્તિ મારી પાસે હોવા છતાં ઠીકરું લઈને હું ઔદયિક સુખને ભિખારીની જેમ માગતો ફરું છું. જે પોતાના આત્માને જાણતો નથી તે પરમાત્માના પરમતત્ત્વને શી રીતે જાણી શકે? પરમાત્માના તત્ત્વદેવની પૂજા કરવાની જિનાજ્ઞા છે. આજ્ઞાપાલન દ્વારા રાગાદિભાવ તૂટે નહીં તો વાસ્તવિકજિનાજ્ઞાનું પાલન નથી. તરે તે તીર્થ - આપણા આત્માને તારક-તીર્થરૂપ બનાવવાનો છે. કર્મકૃત વ્યવહારનો ત્યાગ કરવાનો છે. આજ્ઞાના પાલનથી જ જીવ આશ્રવથી અટકી વિરતિ ધર્મને પામી શકશે. સ્વના આત્માને તીર્થન બનાવે તેને સ્થાવર તીર્થ પણ કરવામાં સહાયક ન થઈ શકે. પતિ પરદેશ જાય તો પણ તે પત્નીને યાદ આવ્યા જ કરે છે તેમ આપણને સમતાના પરિણામ સતત યાદ આવવા જોઈએ. ક્ષાયિક ભાવની સમતા ન આવે ત્યાં સુધી આવવા-જવાના સ્વભાવવાળી ક્ષાયોપથમિક ભાવની સમતા રહેવાની. આખા દિવસમાં સમતા કેટલીવાર આપણી પાસે? ઘણા કષ્ટો વેઠી જેનો આપણે સ્વીકાર કર્યો તે આપણને રોજ યાદ આવે છે? સમતા પ્રગટ કરીને સમતાને ભોગવવી છે. સર્વજ્ઞ કથિત જ્ઞાનરમણતા વિના નહીં ચાલે. તે પાંચ પ્રકારના ભાવો. પાંચ પ્રકારના ભાવો છે તેમાં પશમકિ ભાવ અંતર્મુહૂર્ત રહેવાના સ્વભાવવાળા છે. ક્ષાયિક ભાવ હમણાં વર્તમાનમાં પ્રગટ ન થાય. આથી જો આપણે ક્ષાયોપથમિક ભાવમાં નહોઈએ તો ઔદયિક ભાવમાં તો છીએ જ! ઔદયિક ભાવમાં હોઈએ તો તેનો પસ્તાવો થાય ખરો? સંપૂર્ણ પારિણામિક ભાવો તો મોક્ષમાં જ પ્રકટ થશે. જ્ઞાનસાર-૩ || 48