________________ મોહ પુલના પરિણામોને પકડે છે. હુંપદ–અહંપદએમિથ્યાત્વનું છે. દુનિયા આખીની ધમાલ માન કષાય પર છે. ૯મે માન જાય અને ૧૦મે લોભ જાય. પત્નીનીદેવતાઈહાર અને સેચનકહાથીની માંગણી થવાથી કોણિકે હલ્લ–વિહલ્લ પાસે માંગણી કરી. ના પાડતાં માન ઘવાયું. તીવ્રલોભથી યુદ્ધ આરંભાયુંને યુદ્ધમાં ૧લાખ૮૦હજાર માર્યા ગયા. ૧૦,૦૦૦તિર્યંચગતિમાં બાકીના પ્રાયઃ મરીને નરકમા ગયા. માટે જ ઈચ્છા રોધ નામનો તપ કરવાનો છે. માન જાય પછી લોભની કોઈ કિંમત રહેતી નથી. અહીં કે ત્યાં જે કાંઈ દોડાદોડી છે તે હું ને - માનને અવલંબિત છે. હું પદ જાય પછી સંસારને ટકવાનું સ્થાન ક્યાં? નિશ્ચયથી પોતાના ગુણો આત્માથી છૂટા પડે નહીં, આ શ્રદ્ધા થાય તો ગુણો–ગુણી પ્રત્યે આત્માથી પ્રેમ થયા વગર રહેશે નહીં. કલ્યાણમિત્રની પ્રાપ્તિ માટે શોધ થશે. સ્વજન કોને કહેવાય? નિશ્ચયથી સ્વજન એટલે પોતાના જન. જે પોતાનાથી ક્યારેય જુદા નથી પડવાના છે. ગુણો આપણા સ્વજનો છે. હમણાં સમાનધર્મી સહવર્તીઓ ગુણો પ્રગટ કરવામાં સહાયક છે. તેથી વ્યવહારથી સમાન ક્રિયાવાળાસ્વજનોને સ્વીકારવાના છે. જે તાદાભ્ય સંબંધથી આત્મા સાથે જોડાયેલા છે તેની સાથે જ સંબંધ રાખવાનો છે, બાહ્ય સંસાર સાથે નહીં. a ભવની વ્યાખ્યા આત્માનું જ સ્વરૂપ નથી તે–તે સ્વરૂપે થવું તે સંસાર. આત્માથી વિપરીત અવસ્થાઓને ભોગવવી તેનું નામ સંસાર. આત્માનું જે ન થવા રૂપે થવું તે ભવ.ઔદારિક–વૈક્રિય-આહારક - તૈજસ - કાશ્મણ શરીરરૂપે થવું તે ભવ. જ્ઞાનસાર-૩ || 46