________________ આકાશ અરૂપી છે બધા તેમાં સમાવા છતાં કોઈ ફેર પડતો નથી. જેવું આકાશ તેવો જ આત્મા–તફાવત એટલો જ કે આકાશ જડ અને જીવ ચેતના યુકત છે. જ્ઞાન-જ્ઞાનાંતરાય કર્મના ક્ષયોપશમના આધારે પ્રગટ થાય છે. જેટલો ક્ષયોપશમ વધુ તેટલી જ્ઞાનચેતનાનો વિકાસ વધુ થશે. એક પણ જીવ પ્રત્યે કષાયનો પરિણામ નહીં હોય અને સમદષ્ટિ આવશે તો જ સિદ્ધત્વ પમાશે, અન્યથા નહીં. જીવની પર્યાયાવસ્થાની શરૂઆત પ્રવિણ - - લિવિદાથી થશે. તેમાં વિહાં મુખ્ય છે. ચેતના લક્ષણવાળો જીવ છે. શુદ્ધ પરિણતિ પ્રગટ થવા માટે મોહના વિગમની જરૂર છે. ભેદજ્ઞાન થવા સાથે જેમ મોહનો પરિણામ ઓછો થાય ત્યારે શેયનો જ્ઞાતા બને. સાધુપણું સફળ કરવું હોય તો પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનું અને સ્વભાવને ભોગવવાનું મુખ્ય લક્ષ જોઈએ. લઘુકર્મી એવા આત્માને જ આ વાતો ગમશે. શુદ્ધ સ્વરૂપનું તીવ્ર અર્થીપણું ક્ષયોપશમથી પ્રાપ્ત થાય. બાહ્ય સંબંધોમાં જે રાગ સંબંધથી રહ્યાં છીએ તે રાગને અત્યંતરમાં transfeકરવાનો છે. બાહ્ય પત્નીના સ્થાને અત્યંતર પત્ની સમતાને સ્થાન આપવાનું છે. ઉપયોગ રૂપ પિતા અને ધૃતિરૂપ માતાની સેવા કરવાની છે. દરેક વાતોને અમલમાં લાવવા માટે અપૂર્વ વર્ષોલ્લાસ જોઈશે. ઔદયિક ભાવના સંબંધોનો ત્યાગ કરી ક્ષાયોપથમિક ભાવના ગુણોનો સ્વીકાર કરવાનો છે. કાકા-કાકી, મામા-મામી આદિ સ્વજનોનો ત્યાગ કરવાનો છે. હવે સમતા માટે જ ક્રિયા કરનારા સાધુઓ જ મારા સ્વજનો છે. ભેદજ્ઞાન સાથે જ્ઞાતા પરિણામ રુચિ પરિણામમાં જેટલો વેગ તેટલી વધુ શક્તિઓનો વિકાસ થશે. આ વાતો અમલમાં લાવનારા તો વિરલા જ હોય. જ્ઞાનસાર-૩ || 45