________________ સમગ્ર સંસાર નિમિત્તોથી ભરેલો છે. તેમાં જિનવચનનું આલંબન લઈ આપણે તરવાનું કામ કરી લેવાનું છે. આપણું સાધ્ય અત્યંત નિર્બળ છે તેથી સહન નથી થઈ શકતું. પોતાના આત્માને પોતે જ સમજાવવાનો પ્રયાસ કરવાનો છે. 3 દરેક આત્મામાં બે દશા રહેલી છે. (1) પરમાત્મ સ્વરૂપ શુદ્ધ દશા (2) કર્મના ઉદયવાળી અશુદ્ધ દશા. પોતાના આત્માના શુદ્ધસ્વભાવનું પ્રગટીકરણ કરવું હોય તો સત્તાગત ગુણોને જોવાના. સત્તાગત ગુણોને જોવાથી કષાયો શાંત થઈ જાય. પરમાત્માએ ચંડકૌશિકને ચંડકૌશિક તરીકે ન જોતાં ઉત્તમ આત્મા તરીકે જોયો. ભવ્યાત્મા તરીકે જોયો તેથી તેના ઉપર ઉપકાર થઈ શકયો. સામી વ્યક્તિ અજ્ઞાનતાથી કષાયને વશ થઈ ગઈ હોય તો તેની ઉપર મહાકરુણા આવવી જોઈએ. જો કરુણા આવે તો ઉચિત વ્યવહાર કરવાનો ક્ષયોપશમ પ્રગટે. જ્યાં સુધી વીતરાગ નહીં બનીએ ત્યાં સુધી કષાયોનેનિમિત્ત મળતાં તે ઉદયમાં આવવાના જ છે. એકબીજાના કલ્યાણમિત્ર બનવાનું લક્ષ રાખી, બીજું ગૌણ કરીને કષાયોનેફવવા નથી દેવાના. પોતાના આત્માનું સતત નિરીક્ષણ કરતા રહેવાનું છે. - સાધુમાં વચન ક્ષમાની શરૂઆત થાય એટલે કષાયોની વ્યાકુળતા સહજ રીતે શાંત થતી જાય. ઔદાયિક ભાવના સંબંધો છૂટી જનારા છે માટે ત્યાજ્ય છે. એ સંબંધો આત્મામાં મહાપીડા ઉત્પન્ન કરાવે છે. તેથી સદા પોતાની સાથે રહી શકે તેવા સંબંધોને વિકસાવાવના છે. દ્રવ્ય પ્રાણોની સહાયથી જીવે ભાવપ્રાણી માટે જીવવાનું છે. ભાવપ્રાણો જ ક્ષાયિક રૂપે થઈ જાય પછી દ્રવ્યપ્રાણોની પણ અપેક્ષા ન રહે. જ્ઞાનસાર-૩ || 43