________________ દીક્ષા લીધી ત્યારથી જ સમતા સાથે લગ્ન થઈ ગયા એ આપણે ભૂલી ગયા છીએ. સમિતિ-ગુપ્તિ વિગેરેનું પાલન ક્ષમાદિ 10 યતિધર્મોને સાધવા માટે કરવાનું છે. કર્મકૃત પર્યાયવાળી પત્નીનો ત્યાગ કરવાનો, ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી સમતારૂપી પત્નીનો સ્વીકાર કરવાનો. ગોર કર્મકૃત સંયોગથી મળેલી પત્ની સાથે લગ્ન કરાવે છેડા છેડી બાંધે. ગુરુ સમતારૂપી પત્ની સાથે લગ્ન કરાવે કર્મ કૃત પત્ની સાથે છેડાછેડી છોડાવે. ગોર ઊંધા આંટાફેરવે-ગુરુ સીધા આંટાફેરવે. રૂપી પત્નીનો ત્યાગ કરવાનો એ પત્નીની હયાતિમાં દુઃખ અને ગેરહાજરીમાં દુઃખ, જ્યારે અરૂપી પત્ની કાયમી આનંદ આપનારી છે. પોતાના આત્માનું સ્વરૂપ જેને ગમે, સાધવા યોગ્ય લાગે એ જ સમતારૂપી પત્નીને વરે. સમતાની બહેનપણી સમાધિ છે અને તે સમકિતથી મળે. શાતા–અશાતાનો ઉદય આત્માના અવ્યાબાધ સ્વરૂપને દબાવે મોહનો ઉદય સમકિત અને સમતાને દબાવે.અશાતાને સદા માટે દૂર કરવી હોય તો સમતાને ભોગવી લેવી. સાધુસમતા રસનું પાન કરે, એને કષ્ટ સહન કરવામાં કમાણી દેખાય. સહન કરવાનો કાળ અલ્પ છે અને કાયમી ઉપાધિ જાય. ધર્મબિંદુમાં કહ્યું છે કે - આજ્ઞાનો ઉપયોગ દરેક યોગમાં આવવો જોઈએ. આજ્ઞાયોગનું સ્મરણ એ સાક્ષાત્ પરમાત્માનો ભાવદેહ છે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે - જેના હૃદયમાં પરમાત્માની આજ્ઞાનું બહુમાન છે ત્યાં સર્વઅર્થની સિદ્ધિ થાય છે. સર્વ ઉચિત ક્રિયાના કારણે ક્રોધાદિનું સ્મરણ થતું નથી. પરમાત્માની સ્મૃતિ માત્રથી ક્રોધાદિ કષાયોની હાનિ થાય છે. આપણને આપણા સ્વભાવ પ્રત્યેનો પ્રેમ ન હોવાના કારણે આપણે સમતા ગુમાવીએ છીએ. સામેનાની ચિંતા કરીને આપણે આપણું ગુમાવીએ છીએ. જ્ઞાનસાર-૩ / 42