________________ તત્ત્વને ન પકડાય તો ભેદજ્ઞાન જ નથી આવતું. લાયોપથમિકભાવમાં સાવધાન રહેવાનું. ગમે તે ઘડીએ ચાલ્યો જાય. આમાં સંતોષ માનવાનો નહીં. શીલ–સ્વભાવ અહિંસા એ પ્રધાન સ્વભાવમય બનવું એજ અહિંસા. કોઈ આત્માને પીડા આપવી નહીં, આપનારનું અનુમોદન ન કરવું. નહિતર ભાવહિંસા ચાલુ જ છે. અહિંસાનું પાલન કરવું છે તો ઉત્સર્ગ માર્ગે ગુપ્તિમાં રહેવાનું અને અપવાદ માર્ગે સમિતિમાં રહેવાનું. કાયામાં રહેલો આત્માસ્થિર થાય તો પણ સંપૂર્ણવિરતિવાળો બનતો નથી. વાયુકાય સ્પર્શે તો વિરાધના થાય. કાયાથી પૂર્ણ મુક્ત થવાના ભાવવાળો થાય તો ગુપ્તિ આવે. અનુકૂળતાના રાગી એવા જીવને પ્રતિકૂળતાનો રાગી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અનુકૂલો સંસારો-પડિકૂલો તસ્સ ઉતારો આપણે બાહ્ય સંસારનો ત્યાગ કરીને આવ્યા છીએ પણ હવે અનુકૂળતારૂપ સંસારનો ત્યાગ કરવાનો છે. ચારે કષાયો મંદ પડે તયારે જ સરળતા આવે. દમ-ઈદ્રિયોનું દમન કરવાથી સંતોષ વિ. ગુણો પ્રાપ્ત થાય. સમતાને સાધ્ય બનાવવાની છે. ગાથા: 3 કાત્તા મે સમલૈવકા, શાતયો ને સમકિયાઃ બાલવર્ગમિતિ ત્યક્તા, ધર્મસંન્યાસવાન્ ભવેત્ 3 ગાથાર્થઃ એક સમતા જ મારી વહાલી પત્ની છે, સમાન આચારવાળા સાધુઓ જ મારા સંબંધીઓ છે. આ રીતે બાહ્ય પરિવારનો ત્યાગ કરીને બાહ્ય ઋધ્ધિ આદિ સંબંધી ઔદયિક ભાવરૂપ ધર્મના ત્યાગવાળો થાય અર્થાત્ ઔદયિકભાવ છોડીને ક્ષાયોપથમિક ભાવવાળો થાય. જે તત્ત્વજ્ઞાની છે તે જગત સાથેના સંબંધ કાપતા જાય છે અને અસંગ અનુષ્ઠાનને સાધતા જાય છે. પોતાનું સ્વરૂપ જે અનાદિકાળથી વિરૂપપણાને પામ્યું છે તેને પ્રગટ કરવા માટે આત્માએ સમતારૂપી પત્નીનો જ ભોગવટો કરવો જોઈએ તો જ સ્વભાવ અને સ્વરૂપ રૂપ સ્વ સંપત્તિ પ્રાપ્ત થશે. જ્ઞાનસાર-૩ || 40