________________ ગુણોનો પ્રેમ જાગી જાય તો ચારિત્ર જીવન સફળ થાય. સર્વજ્ઞ પ્રમાણે દષ્ટિ ફેરવો તો બધે સત્યતા દેખાશે. આત્માની અંદર દષ્ટિ જતી જ નથી. તે પરમાત્માએ રૂક્ષ પુદ્ગલનું ધ્યાન શા માટે કર્યું? પરંપરાએ અનાદિ સંબંધ અનિત્ય છે. એ જુદા જુદા પર્યાયરૂપે ફરતો જાય છે. હજુ આગળ અનિત્ય જ રહેવાનો છે. સાધુ અનિત્યનું ધ્યાન અનિત્યથી છૂટવા માટે કરે છે. પરમાત્માએ પુગલનું પુદ્ગલના પરમાણુનું ધ્યાન કર્યું. ધ્યાનમાં શેયના જ્ઞાતા બનવાની પ્રક્રિયા કરી રહ્યાં છે. પરમાત્માએ સાધનાના અંત સમયે રુક્ષ પુદ્ગલનું ધ્યાન કર્યું સંપૂર્ણ દેહાતીત બનવાનું છે. દેહ સાથે કષાયના–મોહના પરિણામ છે તેને તોડવાનાં છે. શરીર માત્ર પરમાણુનો જથ્થો છે. આત્માએ આત્મામાં આત્મમય રહેવાનો પરિણામ એ જ આત્મરતિ. જે આત્માને સંયમી બનવાનું છે તે અનિત્ય સંબંધ દ્રવ્યથી છોડે અને પછી ભાવથી છોડવાની પ્રક્રિયા કરે. અનિત્ય સંબંધોમાં મારાપણાનો ભાવ આત્માને અન્યાય કરશે. મારાપણું આત્મામાં લાવવાનું છે. આપણે રાગ મજબૂત કરવા નહીં, તોડવા આવ્યાં છીએ. જેમાં સતત ફેરફાર થાય એવા સંબંધને તોડો. ફેરફાર ન થાય એવાને પકડો તો સમાધિ રહે. અનિત્ય સંબંધમાં સ્વાર્થ પૂરો થતાં સબંધો છૂટયા વગર ન રહે. જેણે પોતાના આત્મામાંથી દુશમનાવટ દૂર કરી નાખી છે એવાને પકડો. દા.ત. અરિહંત પરમાત્માનું ધ્યાન ધરનારની દુશમનાવટ દૂર થાય. કારણ જેમણે સર્વદુશ્મનોને પોતાથી દૂર કર્યા છે. અર્થાતુ હવે તેમનો કોઈદુશ્મન નથી. સર્વ જીવો તેમને તેમના જેવા સમાન જ લાગે છે. ' અર્થાત્ જેમનું જ્ઞાન પૂર્ણ નિર્મળ થયું છે એવા પરમાત્માના શરણે જઈએ તો જો ભવ્યહોઈએ તો તેના જેવા બનીએ. પ્રથમ દુશ્મન અજ્ઞાનતા છે. મારો પુત્ર–મારો પરિવાર એ મિથ્યાત્વ છે તો તમે તમારા દુશ્મન થયા. જે જ્ઞાનસાર-૩ || 38