________________ બંધક મુનિની ચામડી મારાઓ ઉતારવા લાગ્યા તો તેમને મારાઓની દયા આવી તેથી કહે છે મારી ચામડી તપ દ્વારા બરછટ બની ગઈ છે માટે તમો કહો તેમ ઊભો રહું જેથી તમને તકલીફ ન પડે. બંધક મુનિમાં દયાના પરિણામની કેવી પરાકાષ્ઠા છે. મારાઓને પોતાની કઠણ એવી ચામડી ઉતારતાં કષ્ટ ન પડે એની ચિંતા છે! પરિષહ સહી કેવલજ્ઞાન પ્રગટાવ્યું. આપણે તો પ્રતિકૂળતા સહન ન કરવાનો નિશ્ચય કરીને આવ્યાં છીએ. પ્રતિકૂળતા સહન કરવાનો દઢ પરિણામ જોઈએ. કદાચ શક્તિ કે સામર્થ્ય ન હોય પણ પરિણામ હોય જ. જિનાજ્ઞાનું બહુમાન હોય તો નિર્જરા થાય. આપણે ખોટું કરી રહ્યાં છીએ એવુ લાગવું જોઈએ પછી સામર્થ્ય ન હોય ને સત્ય ન આચરી શકીએ તોય કર્મ નિર્જરા થાય. કારણ અસત્ય આચરણનો પશ્ચાતાપ હોય. 0 સરળ જ સમર્પિત થઈ શકે શક્તિ ગૌણ કર્યા વિના જિનાજ્ઞા પાળીને મારે નિર્જરી કરવી છે એ લક્ષ જોઈએ. ઉપસર્ગમાં પણ જો દણ શ્રોતા બનીને રહે તો જે શક્તિનો વિકાસ કરવા ઈચ્છે તે થઈ શકે. આજ્ઞા યોગ જો ગમી જાય તો દરેક યોગ નિર્જરાનું કારણ બની જાય. આજ્ઞાપાલનથી શક્તિઓ વિશિષ્ટ રીતે પ્રગટ થાય છે. આપણા માટે વધારેમાં વધારે કઠિન રજુ મહાવ્રત છે. સત્યતે જ બોલી શકે જે સરળ હોય. સરળતા માટે મહાસત્ત્વની જરૂર પડે. પોતાના વ્યકિતત્વને ક્યાંય અવકાશ ન આપે તે જ વ્યક્તિ સરળ બની ગુરુને સમર્પિત બની શકે. સરળ એવા મહાપાપીઓને તરતા પણ વાર નથી લાગતી.દા.ત.દઢ પ્રહારી, અર્જુનમાળી વિ. ગુણો પામવાના લક્ષવાળો આત્મા જ નિર્જરા કરી શકે. જ્ઞાનસાર-૩ // 37