________________ ત્યારે માતા પિતા કહે છે કે પુત્ર વિયોગે રડીએ છીએ. દેવ કહે છે. સંયોગો વિનશ્વર છે. રાગાદિ ભાવોને ઓછા કરવા એ જિનાજ્ઞાનો પ્રભાવ છે અને રાગાદિ ભાવની વૃધ્ધિ કરવી એ લોકોનો પ્રભાવ છે. નિશ્ચય આજ્ઞા પાળવાનો નિર્ણય થવો જોઈએ. અનુકૂળ હોય તે આપણા અને પ્રતિકૂળ હોય તે પારકા એમ રાગ-દ્વેષ ન કરતાં પરસ્પર એકબીજા માટે કલ્યાણકર બની મોક્ષમાર્ગમાં સહાયક બનવાનું છે. કોઈ ઉપર ઉપકાર ન કરીએ તો કાંઈ નહીં પણ અપકાર કરનાર તો ન જ થઈએ.. દેવ થયેલા કુમારે કહ્યું કે તમને પુત્ર પર બહુ પ્રેમ હોય તો એના કલેવરને તમે લઈ જાઓ. હું એજ તમારો પુત્ર છું. તમે કર્મકૃત પર્યાયને છોડશો તો સુખી થશો. ત્યારે પિતા કહે છે કે તમને જોઈને કે કલેવરને જોઈને તેવો રાગ ઉછળતો નથી, અમને આ બંનેમાં કયાંય પુત્રપણું દેખાતું નથી ત્યારે દેવકુમાર કહે છે આ બધી મનની માનેલી માન્યતા છે કે આ મારો પુત્ર આદિ આમ તે દેવ બનેલો કુમાર માતા પિતાને બોધ પમાડી સંયમમાર્ગે પ્રવર્તાવી વિદાય થયાં. કેવલજ્ઞાનાદિ ગુણની પૂર્ણતાવાળા દેવાધિદેવને આપણે સ્વીકાર્યા છે, તેમના ગુણ વૈભવ પર આપણને બહુમાન થવું જોઈએ. માત્ર બાહ્ય ઋધ્ધિ દેખી તેમાં અંજાવાનું નથી. સુભાનુકુમારને વીતરાગતાના ગુણ પર રાગ હતો તેથી 100 પત્નીઓને છોડી પ્રભુનું શરણ લઈ સંયમ લીધું હતું. તેથી રાગાદિ ભાવની હાનિ થઈ હતી. જિનાજ્ઞાનો સ્વીકાર કર્યા પછી પણ આપણા જીવનમાં જો રાગદ્વેષ ઘટતા નથી તો જિનાજ્ઞાની હજુ આપણને સ્પર્શના થઈનથી એ નક્કી થાય. જેનો રાગ પરિણામ તૂટી ગયો હોય તે વીતરાગભાવમાં અસંગ ભાવમાં આવી જાય. વીતરાગ પર જો રાગ વધે તો તે ક્યારે વીતરાગ બની જાય તેની તેને ખબર પડતી નથી. મૂચ્છ પમાડે તેવા સંબંધો ત્યાજ્ય છે. જ્ઞાનસાર-૩ || 35