________________ તે પ્રભુને વંદન કરવા ચાલ્યો. માર્ગમાં આવતા લોકોને કહે છે. નિર્મમ, તૃષ્ણા વિનાના, સર્વભાવના જાણ એવા મારા ભગવાન આવ્યા છે. તમે જો સુખપૂર્વક જીવનને ઈચ્છતા હો તો મારા પ્રભુની દેશના સાંભળવા ચાલો. તમારા સંશયો દૂર થશે. સમવસરણ પાસે આવતા અહો! મારા પ્રભુના આવા અતિશયો? ત્રણ ભુવનને ચમત્કૃત કરનાર, દેવો અને નરેદ્રો પણ જેના ચરણકમળને સેવી આનંદવિભોર બની રહ્યાં છે. પ્રભુ પાસે આવતાં તો તેના નયનો પુલકિત બની ગયા. ગદ્ગદિત થઈને વિચારે છે. અહો! આજે મારો આત્મા ધન્ય બન્યો. મને વીતરાગ પ્રભુના દર્શન થયા! જે પાપ રૂપ મિથ્યાત્વનો નાશ કરનાર અને અમૃતની સતત વૃષ્ટિ કરનાર છે. પ્રભુ દર્શનથી મિથ્યાત્વ ભાગી ગયું. અનંતાનુબંધી કષાયો નાસી ગયા તેથી મારા આત્મામાંથી મહાસતાપ ચાલ્યો ગયો. તેથી મને મહા આનંદથી અનુભૂતિ થઈ રહી છે એમ પ્રશસ્ત ભાવથી ભાવિત બની પરમાત્માની અભિવંદના સ્તવના કરતો પોતાના સ્થાને બેઠો. ભાવનારૂપ અમૃતની વૃધ્ધિ થતાં ચારિત્ર મોહનીય કર્મ નાશ પામ્યું અને વિરતિને ધારણ કરવાની મતિ થઈ. તેથી પ્રભુને કહે છે - હે પ્રભો!આપ અશરણને શરણભૂત છે અનાથના નાથ છો તેથી આપ મને આપના ચરણરૂપ શરણમાં લઈ લો અને મને વિરતિધર્મ આપો. પ્રભુ પાસે સંયમ લઈ આત્મકલ્યાણને સાધવા તત્પર થયા. - જેને સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે તેને આખું જગત અશરણભૂત લાગે છે. ત્રણ લોકના નાથ અને સદ્ગુરુનું શરણ જ તે ઝખે છે. તેમના સાનિધ્યમાં જ તે રહેવાને ઈચ્છે છે અને મુક્તિની તીવ્ર ઇચ્છાપૂર્વક સ્વભાવધર્મને પામવા માટેની આરાધના કરે છે. કષાયના ત્યાગ માટે જ વિરતિધર્મ સ્વીકારવાનો છે. આરાધનારૂપી સાધનોમાં આપણું સાધ્ય શું? સમતા. કષાયરૂપી 4 ડાઘિયા કૂતરા જશે તો જ આત્મ ઘરમાં સમતાદેવીનો વાસ થશે. જ્ઞાનસાર-૩ || 33