________________ ધર્મધ્યાન 4 પ્રકારે છે. પ્રથમ આજ્ઞાવિચય છે. જો સર્વજ્ઞની આજ્ઞાનો સ્વીકાર થાય તો જ આત્મરમણતા થાય નહીં તો કર્મનો અપાય (વિનો) તેના વિપાકો (ફળો) ફળ સંસ્થાનરૂપે (રૂપમાં) સંસારમાં સંસરણ કરવાનું છે, તે નસીબમાં લખાયેલું છે. - પ્રથમ આત્મામાંઆસ્તિકયનિર્મળબનાવવાનું છે. પોતાના આત્માની કરુણા પ્રગટે તેમાં નિર્વેદભાવ આવે સંવેગભાવ પ્રગટે. સંવેગ જો નિશ્ચયથી આવે તો શમ ગુણને આવવા માટે આમંત્રણ આપવું પડે ખરું?ના-સહજ ભાવે એ ગુણ આત્મામાં પ્રવેશી જાય. આપણે પ્રભુવીરના અનુયાયી છીએ. આપણામાં મોક્ષની રુચિ નહીં જાગે તો કોનામાં જાગશે? મોક્ષ કઈ રીતે પ્રગટ થાય તેના ઉપાયોની શોધમાં જ આત્મા રાચતો હોય. સદ્ગુરુના શરણ વિના એ ઉપાય ન મળે. દિક્ષાનું પાલન એ મોક્ષનો ઉપાયછે. દીક્ષાનું પાલન સદ્ગુરુના આધારે છે. સદ્ગુરુના શરણ વિના દીક્ષા સફળ ન થાય. ગુરુ પ્રત્યે સમર્પણભાવ હોય તો ગુરુના ચિત્તને પ્રસન્ન કરવું એ જ સર્વોત્તમ પદછે. પૂ.ત્રિલોચનસૂરિમ ને ગુરુના ઠપકામાં પણ પ્રસન્નતા વધતી. તેઓ નવકારશીનું પચ્ચકખાણ માંગે તો કહે જા જા તારે તો સફાઈ કરવાની છેલે અઠ્ઠાઈનું પચ્ચખાણ અને અઠ્ઠાઈનું પચ્ચકખાણ માગે તો નવકારશીનું પચ્ચશ્માણ આપે તે પણ પ્રસન્નતાથી સ્વીકારી લે. ગુરુના હૃદયમાં આપણું સ્થાન નહોય તો આપણે સાધુ જીવનનિષ્ફળ છે. ગુરુ પ્રત્યે બહુમાન આવે ત્યારે સાચું સમર્પણ આવે. સમર્પણ દ્વારા જે કૃપા મળે તે જીવનમાં વિશિષ્ટતા લાવી આપે. સમર્પણના કારણે અંદર પડેલી શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય. સુભાનુકુમાર વિચારે છે. મારા પરમાત્મા કેવા? સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ રાગ-દ્વેષથી રહિત, શુધ્ધ દેશના આપનાર. પુલકિત અંગવાળો થઈ જ્ઞાનસાર–૩ // ૩ર