________________ ગાથા : 2 યુષ્પાર્ક સકમોડનાદિ–બંન્ધવોડનિયતાત્મનામ્ | ધુવૈકરૂપાનું શીલાદિબજૂનિત્યધુના શ્રેયે II ગાથાર્થઃ હે બંધુઓ! બધુ તે શત્રુ થાય અને શત્રુ તે બંધુ થાય એ પ્રમાણે અનિશ્ચિત પર્યાયવાળા તમારો સંબંધ (પ્રવાહથી) અનાદિથી છે. આથી હવે નિશ્ચિતરૂપે એક સ્વરૂપવાળા શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિબંધુઓનો આશરો લઉં છું. કર્મકૃત સંબંધવાળા ભાઈઓનો સંબંધ અનિયત છે તેથી તે સંબંધ ત્યાજ્ય છે. જ્યારે શીલરૂપી ભાઈનો સંબંધ ધ્રુવ સ્થિર છે તેથી તે ભાઈઓનો આશ્રય કરવા જેવો છે. કર્મકૃત સંબંધો સ્વાર્થવાળા છે. આ ભવમાં જે માતા પિતા હોય તે પછીના ભાવમાં માતાપિતા તરીકે હોય તેવું ન બને તેથી અનિશ્ચિત સંબંધવાળા કહ્યાં છે. દરેક જીવનો મુખ્ય આશય સુખ ભોગવવાનો છે. અનાદિકાળથી મિથ્યાત્વહોવાથી પરવસ્તુમાં સુખની ભ્રાંતિ થાય છે. દરેક આત્મા માટે સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે. પોતે જેમાં સુખ માને છે તે મળી જાય તો રાજી અને ન મળે તો નારાજી. શીલ, સત્ય, શમ, દમ, સંતોષ આદિને બંધુઓ માનવાના છે. કેમ કે તે ગુણો સદાઆત્મા સાથે રહેનારા છે માટે તેમની જરુચિ આત્મા માટે શ્રેયસ્કર છે. દયિક ભાવના સંબંધોમાં ઉદાસીન પરિણામ આવે તો જ લીધેલું સાધુપણું સાર્થક થાય. ૪થા ગુણસ્થાનકે મૈત્રીભાવચિંતવવાનો છે. દરેક જીવો પ્રત્યેલાવવાનો છે. જ્યારે પમે, છકે ગુણઠાણે શત્રુ પ્રત્યે મૈત્રીભાવ પ્રમાણે વર્તવાનું છે. તે ગમે તેટલું ખરાબ કરી જાય પણ તેનું ખરાબ ન ચિંતવે, અહિત ન કરે, અને અહિત ન ઈચ્છે. જ્ઞાનસાર-૩ || 36