________________ તમારા અંતરમાં આવતા કષાયના અનુભવની નોંધ કરો છો? આત્માને માનકષાય ઉપર વિજય મેળવવાનો છે. કેમ કે ભવમાં ભમતા આત્માએ માનકષાયને જ વધારે પોપ્યો છે. તમે વેયાવચ્ચ કરતાં હો અને તેમાં બીજા ભાગ પડાવે તો મારામાં કેમ ભાગ પડાવ્યો? તે ભાવ ન આવવો જોઈએ. સાધુ જીવનમાં મુખ્ય આરાધના કષાયત્યાગની કરવા જેવી છે તો જ ક્ષમાને આરાધતાં સાચા શ્રમણપણાને પામી શકાશે. કોઈઆત્માને ચારિત્રના પરિણામ થાયતો પરમાત્મા કે વિશિષ્ટ જ્ઞાની શુદ્ધ જ્ઞાનના પરિણામ જાણીને વિના વિલંબે સંયમ ગ્રહણ કરાવે છે. યોગ્ય આત્માને ચારિત્ર આપવામાં વિલંબ ન કરે. કારણ કે વિશિષ્ટ જ્ઞાનના કારણે તેઓ નિશ્ચિત ફળને જાણનારા હોય. શ્રુતજ્ઞાની ગીતાર્થ ગુરુ કે સામાન્ય જ્ઞાનીઓ શાસ્ત્રાધારે બાહ્ય લક્ષણો વડે જ્યાં સુધી સામેની વ્યક્તિના પરિણામની પરખ ન થાય ત્યાં સુધી દીક્ષા ન આપે. અવંતિસુકુમાલ નલિની ગુલ્મનું વર્ણન સાંભળે છે અને આચાર્ય સુહસ્તિસૂરિ પાસે રાતના જ સંયમ ગ્રહણ કરવા ઉત્સાહિત થાય છે અને 10 પૂર્વધર એવા જ્ઞાની ભગવંત શ્રુતના ઉપયોગ દ્વારા કંઈ વાંધો નથી એમ જાણી રાતના જ દીક્ષા આપી. દીક્ષા લઈને કષાયત્યાગનું લક્ષ્ય જોઈએ. 4 કષાય+૯નોકષાય+ ૧મિથ્યાત્વ= 74 ભેદ મોહના છે. મોહના પરિણામોનું આંતર ગવેષણ કરી, તે પરિણામોને છોડતા જવાથી ચારિત્ર જીવન સફળ થશે. સુભાનુકુમાર હવે કુમાર મટી શ્રમણ બની ગયો. તે સમયે આયુક્ષય થયે કાળ પામ્યો.પિતા રાજા પરિવાર સાથે ત્યાં આવ્યો અને રડતી એવી માતા પણ ત્યાં આવી. હવે તે કુમારદેવ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી અહીં આવે છે. આવીને કહે છે–પરમ સુખોને આપનારા પરમાત્મા પાસે તમે કેમ રડો છો? જ્ઞાનસાર-૩ || 34