________________ 1. વીર્ય બે પ્રકારે (1) અભિસંધિજ - ઇચ્છા મુજબ વળે. (ર) અનભિસંધિજ - અનિચ્છાએ વીર્ય વળે. આત્માએ આત્માના ગુણોમાં રમણતા કરવાની છે તેને બદલે પુલના ગુણમાં પરિવર્તન કરે છે. પુગલમાં પરિભ્રમણ કરવાનો અનંતકાળ આત્માએ પસાર કર્યો છે. પુગલોને ગ્રહણ કરવાનો જે કાળ પસાર કર્યો તેમાં મહાકર્મનોબંધ આત્માએ આત્મા સાથે કરી આત્માને પીડા પ્રાપ્તિના કારણભૂત છે. આત્મા અવ્યાબાધ છે છતાં પુગલને ગ્રહણ કરવામાં તેને પીડાની પ્રાપ્તિ થાય છે. આવા પુદ્ગલ ગ્રહણથી સર્યું. ગાથા : 4 ધમસ્યા જ્યા સુસત્યા, ભાયોપથમિકા અપિા પ્રાપ્ય ચન્દ્રનગન્ધાભે, ધર્મસંન્યાસમૃત્તમમ્ III ગાથાર્થઃ બાવના ચંદનના ગંધ સમાન ઉત્તમ ધર્મસંન્યાસને પામીને સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપથમિક ધર્મો પણ ત્યજવા લાયક છે. લાયોપથમિક ભાવો પણ ત્યાજ્ય છે કેમ કે તે ભાવ સંપૂર્ણ ગુણરૂપે નથી, પણ તેમાં ઔદયિક ભાવ ભળેલો છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વનો પ્રદેશોદય રહેલો છે. તેમાં જો સાવધાન ન રહીએ તોમિથ્યાત્વનો પ્રદેશોદય વિપાકોદયમાં આવે તો તેનો પ્રભાવ આત્મા પર પડે, અને જ્ઞાનધારા મલિન બની જાય. સર્વજ્ઞ કથિતતત્વથી વિપરીત સ્વીકારવાનું મન થાય આથી વિચારધારા બગડે પછી તેના આચાર બગડતાં વાર ન લાગે. દા.ત. ભરત મહારાજાના પુત્ર મરીચિમાં સમ્યગુદર્શન હતું પણ ક્ષાયિક નહતું. શરીર માંદુ પડ્યું ત્યારે લોભ મોહનીયના ઉદયથી શિષ્યની ઈચ્છા થઈ, શરીર પર સુખબુધ્ધિ આવી ત્યાં મિથ્યાત્વ મોહનીય આવી ગયું. શિષ્યના લોભે ઉસૂત્ર પ્રરૂપણા કરી તેના વાંકે કોડાકોડી સાગરોપમ સંસાર વધાર્યો. જ્ઞાનસાર–૩ // 58