________________ કે ગુરુના શિષ્યો વિનયી છે. શિષ્યો જ્યારે ગુરુમાં પરમાત્મપણું નિહાળે ત્યારે તે સાચું સાધુપણું પાળી શકે. તપ ગુણથી નિર્જરા સાધી શકાય છે. પોતાની કોઈપણ ઇચ્છા ન હોય અને દેવ-ગુરુના વચનો જ મારા કલ્યાણનું કારણ છે એમ જે સમજે તે મહાતપસ્વી છે. કેમ કે સ્વયંની ઇચ્છાનો રોધ કર્યો છે. ઉદા. માસતુષ મુનિએ 12 વર્ષ સુધી મારુષ માતુષ ગુરુનો શબ્દ મંત્ર રૂપે પકડી અંતે કેવલજ્ઞાન પ્રગટ કર્યું. સાધુ માટે પરમાત્માના વચનદેહની = તત્ત્વદેહની પૂજા 24 કલાક હોય છે. आज्ञा राद्धा विराद्धा च शिवाय च भवाय च / (વિતરી સ્તોત્ર) પરમાત્માની આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે, વિરાધના સંસારવર્ધક બને. પોતાના વ્યક્તિત્વ પરનું માન જેનું તૂટી જાય. હુંકાઈનથી. મારું સર્વસ્વ દેવ-ગુરુ જ છે એવો અંતરનો ભાવ પ્રગટી જાય તે જ સાચું બહુમાનભાવ છે નહિતર પછી સ્વાર્થભાવ છે. પુણ્યથી મળેલ પરિવાર–પ્રસિધ્ધિ પદવિ. ઉપરનું બહુમાન ગુરુ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થવામાં અવરોધક બને છે. "ન–મો" હું કાંઈ નથી. તેથી પૂર્ણ બનવા તમારી આજ્ઞાને નમસ્કાર કરું છું. હું શરીર નથી. આથી શરીર દ્વારા મળેલી તમામ વસ્તુ મારી નથી. આત્મા સિવાયની કોઈપણ વસ્તુ મારી નથી નિસાહિઆએ–માટે મત્યએણ વંદામિ–આ મારું મસ્તક આપને અર્પણ કરું છું. આપનામાંજ જ્ઞાનાદિ ગુણની સંપદા છે. પૂર્ણતા છે તેને હું પ્રાપ્ત કરવાને ઇચ્છું છું. શિષ્યની બસ આ જ મહેચ્છા હોય. તેથી તે ગુરુના ચિત્તને પ્રસન્ન કરી, વિનય ગુણથી તે સંપદાને પામી પરંપરાએ પરમપદની સંપદાને પ્રાપ્ત કરનારો બને છે. જ્ઞાનસાર-૩ || પs