________________ 3. શાયિક ભાવ - વીતરાગ ચારિત્ર, કેવલ જ્ઞાનાદિ ગુણ. કેવલજ્ઞાનથી અધિક કિંમતી વસ્તુ એક પણ નથી. તે નિર્ણય થયો નથી માટે તેના સિવાય બીજું બધું મેળવવાનો ભાવ જાગે છે. તે નિર્ણય થયા પછી સ્વજન વર્ગ, વફાદાર શિષ્યો, ગુરુ, ભક્તો વિ. પણ તેને કિંમતી ન લાગે. જેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે તેવો જીવ હવે સંસારની કઈ વસ્તુને ઇચ્છે? સંસારની સર્વ વસ્તુ તેને તુચ્છ લાગશે. જીવ સાધુપણામાં રહીને પણ સાધુપણાથી મુક્ત થવાની ભાવનાવાળો હોય. અર્થાત્ સુદેવ-સુગુરુ આદિ સ આલંબનનો પણ ત્યાગ કરવાવાળો બને પોતે જ સ્વયં પરમાત્મસ્વરૂપ બની જવાનું છે. પણ વર્તમાનમાં હું અપૂર્ણ છું માટે ટેકાની સાધનની જરૂર પડશે. દેવગુરુ પણ એ ટેકારૂપે - સાધનરૂપે છે એ ઉપયોગ આવવો જોઈએ. શમા પાંચ પ્રકારે (1) ઉપકાર ક્ષમા - ઉપકારી પર ક્ષમા રાખે છે. (2) અપકાર ક્ષમા - અપકારી પર પણ ક્ષમા રાખવી. વિપાક મા -કર્મના વિપાકમારે ભોગવવા જ પડશે, તેમ જાણીને ક્ષમા રાખવી. વચન સામા –પરમાત્માના વચનને યાદ કરી ક્ષમા રાખવી. અર્થાત્ જિનાજ્ઞા છે " સુવિજ્ઞા" તું ક્રોધ ન કર. ધર્મ શમા - ક્ષમા આત્મા સાથે એવી વણાઈ જાય કે સહજ સ્વભાવમય બની જાય. પ્રથમની ક્ષમા તો ગૃહસ્થમાં પણ હોઈ શકે જ્યારે સાધુઓએ વચન ક્ષમા દ્વારા ધર્મક્ષમાને સાધવાની છે. વીતરાગ સર્વ કષાયોથી રહિત છે માટે તેમનું નામ સ્મરણ પણ કષાયોના નાશ માટે બને છે. પછી એ ધર્મક્ષમા સ્વરૂપ આજ્ઞા બની જાય છે. જ્ઞાનસાર-૩ || 54