________________ સાધુજીવન એ દ્રવ્ય પ્રાણોના ત્યાગ માટે અને ભાવપ્રાણોની પૂર્ણતા સાધવા માટે છે. મોક્ષ એટલે જ્યાં દ્રવ્ય પ્રાણોનો કોઈ વ્યવહાર નથી. ભાવ પ્રાણો વડે જીવ અનંતકાળ માટે જીવે છે ત્યાં કદાપિ મૃત્યુ થતું નથી. ભાવપ્રાણના આધારે જ દ્રવ્યપ્રાણો કામ કરે છે. આથી દ્રવ્ય પ્રાણોની સહાય લઈ ભાવપ્રાણોની રક્ષા શુદ્ધિ-વૃદ્ધિ કરવાની છે. તે પ્રમાણે જીવનમાં આવે તો જીવને શિવસ્વરૂપ બનાવે. જીવને જિન બનાવે તે જિનાજ્ઞા. સાધના કરતી વખતે ઉપયોગ આવવો જોઈએ કેદ્રવ્ય પ્રાણ પુદ્ગલના બનેલાં છે. પુદ્ગલ (શરીર) અજીવ છે. તેમાં આત્માનું વીર્ય ભળે ત્યારે તે ભાવપ્રાણ રૂપે કાર્ય કરે છે. વીર્ય બે પ્રકારે (1) દ્રવ્યવીર્ય પુદ્ગલમાંથી = આહારાદિમાંથી ૭ધાતુરૂપે બને છે તે. (2) ભાવવીર્યઃ વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ થાય તો આત્મશક્તિરૂપ ભાવવીર્ય પ્રગટ થાય. ભાવવીર્ય એટલે દર્શન - જ્ઞાન - ચારિત્ર- તપ અને વિર્ય. ચેતના લક્ષણો જીવ-ઉપયોગાભાવ અજીવ. જ્યાં ઉપયોગનો સંપૂર્ણ અભાવ તે અજીવ. ધર્માસ્તિકાયાદિઅજીવ કહેવાય. ઉપયોગ અને 5 ગુણો આત્મા સાથે સદા રહેનારા છે. નાભિ પ્રદેશના ૮રુચક પ્રદેશો શુદ્ધ છે. પાંચે ગુણોના અંશ દરેક જીવમાં ખુલ્લાં છે. નાભિકમળમાં 8 પ્રદેશો શુદ્ધ છે તેના દ્વારા અશુદ્ધ અસંખ્ય પ્રદેશોને શુદ્ધ કરવાનાં છે. સમગ્ર જીવરાશિ પ્રત્યે કષાયના આંશિક પરિણામનો પણ ઉદય ન હોય ત્યારે શુદ્ધ સામાયિકથશે. કર્મની વિષમતાને જે આત્મા ન સ્વીકારે, બ્રહ્મઅંશથી બધાને સમાન માને, સ્વીકારે અને તે જ પ્રમાણે તેની સાથે વ્યવહાર કરે તે જ મોક્ષના સુખને માણવાનો અધિકારી થાય. જ્ઞાનસાર-૩ || 44