________________ મોક્ષમાં આત્મા સિવાય બીજું કઈ નથી. આત્માની સિદ્ધાવસ્થા પર દ્રવ્યના સંયોગ સંબંધ વિનાની છે. 1 સમતા પત્ની કોની સાથે રહે? પત્ની કદી પતિથી જુદી થવા ઈચ્છતી નથી. પતિના સાનિધ્યમાં જ રહેવા ઈચ્છતી હોય છે. તેથી જ સમતારૂપ પત્ની આત્મારૂપ પતિના સંગમાં જ રહેવાને ઈચ્છે છે. તેને તેની જરુચિ થાય છે તે પરઘરમાં રહેવાને ઈચ્છતી નથી. ઔદારિક અવસ્થાનો ત્યાગ કરી ક્ષાયોપથમિક સંપદાને ભજવાની છે. જ્યાં સુધી આત્મા છઠ્ઠા ગુણઠાણા પર છે ત્યાં સુધી મોક્ષના મનોરથ કરે પછી તે સ્વભાવમય બની જાય તો મોક્ષનો મનોરથ પણ તેને ન રહે. જેને પોતાના આત્માને શુદ્ધ પૂર્ણ સ્વભાવમાં લઈ જવાનો નિર્ણય થાય તેને જ સમતારૂપી પત્ની વરે બીજાને નહીં. સાધુનો પ્રોજેકટ શું હોય? - સાધુને પોતાનું સંયમ જીવન અખંડિત રહે, તેમાં અતિચાર ન લાગે એ જ સાધુજીવનનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે. પત્રિકાઓ લખવી, આમંત્રણ મોકલવા એ કોનું કામ છે? જે વિરાધના કરીને આવશે તેનો દોષ કોને? આપણી સાધનાઓમાં ભયંકર વ્યાઘાત કરનાર ખોટા વ્યવહારો વધી ગયા છે. પહેલા આપણે પામવાનું પછી બીજાને પમાડવાના છે. આત્માએ પોતાના આત્મામાં જે રહેલું છે તેને જ ભોગવવાનું બીજાના આત્માના અંશને પણ તે ન ભોગવી શકે. આપણા સ્વરૂપનું સ્મરણ આપણને સતત થવું જોઈએ. આપણે લોકોના કલ્યાણ માટે ઓઘો લીધો છે કે સ્વના? આત્માનો સ્વભાવ શું? યોગી - ભોગી - વક્તા - મૌની - છતાં આપણા આત્માની બેહાલ દશાનું દર્દ આત્માને સ્પર્શે છે ખરું? કે હે પ્રભુ! આપ અનંત ગુણોના સ્વામી અને હું ભિખારી! તારી અને મારી વચ્ચે જે અંતર છે તે શે દૂર થશે? જ્ઞાનસાર-૩ || 47