________________ જેમ પત્ની પોતાનું જીવન પતિને ન્યોચ્છાવર કરે છે તેમ સાધુજીવનમાં સમતારૂપ પત્નીને પામવા પોતાનું જીવન ન્યોચ્છાવર કરવાનું છે. કેમ કે સાધુને માટે સમતા જ અત્યંત પ્રિય અને ભોગ્ય એવી પત્ની છે. આત્મા અરૂપી હોવાના કારણે કોઈપણ રૂપી વસ્તુને ભોગવી ન શકે. રૂપીને ભોગવવાનો પ્રયાસ કરે તો પીડા પામે. આથી જ બધા બાહ્ય સંબંધો પર હોવાના કારણે પીડાદાયક છે. તેથી તે પર સંબંધો ત્યજી આત્માના ગુણરૂપી સ્વજનો સાથે સંબંધો બાંધવાના છે. પરને ભોગવવા જતાં જીવ પોતે જ ભોગવાઈ જાય છે. જ્યારે સ્વના ભોગવટાથી આત્મા તૃપ્તિરૂપ પરમ ધનને પામી શકે છે. સર્વજ્ઞના વચનને માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાનું નથી પણ પ્રતીતિના સ્તરે સ્વીકારવાનું છે. પર સંયોગોમાં પીડાની અનુભૂતિ થવી જોઈએ. પરનો બધો સંયોગ રૂપી છે તે આપણને સુખરૂપ લાગે છે તે શાતાના ઉદયરૂપ છે. શાતા પીડારૂપ છે. તેનિશ્ચય થાય તો જ આત્માસમતાને વેદી શકે. શાતાના ઉદય અઘાતી કર્મના ઉદયથી પ્રાપ્ત થાય.અઘાતીના ઉદયથી પ્રાપ્ત થતી બધી વસ્તુ પર જ રહેવાની અને સમતાની પ્રાપ્તિ મોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. શાતા ગમી એટલે રતિનો ઉદય થયો. તેથી સમતાની હાનિ થઈ માટે સમતા એ મારું સાધ્ય છે એ નિશ્ચય બરાબર થવો જોઈએ. તે અધ્યાત્મ પત્ની કોને કહેવાય? पतति क्षरति जीवप्रदेशेभ्यः पापराशि यस्या सकाशात् / (અધ્યાત્મસાર) પત્નીનો સ્વભાવ પડવાનો છે. જીવ જો ગુણરૂપ પત્નીને આલિંગન કરશે તો પાપરાશિરૂપ કર્મ સમૂહો જીવના આત્મપ્રદેશો પરથી ખરી જશે અને તેથી જ સમતારૂપી પત્ની મુનિ માટે આત્મવલ્લભા પત્ની બનશે. જ્ઞાનસાર-૩ // 41