________________ 14 રાજલોકમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં આપણે ઉત્પન્ન થયા નહોઈએ, એવી કોઈયોનિ નથી કે એવું કોઈ ફળ નથી કે જ્યાં આપણે જન્મ્યા નહોઈએ. કોઈ આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં આપણે જન્મ્યા નથી કે મર્યા નથી. આપણા અનંતા માતા-પિતા થયાતે બધાને જો ભેગા કરવામાં આવે તો કોને માતા પિતા માનવા એ વિભ્રમ ઊભો થાય. માટે જ વાસ્તવમાં તેઓ માતાપિતા માત્ર વ્યહવારથી જ છે નિશ્ચયથી નથી. આ સમજાય તો રાગ પરિણતિ ઘટતી જાય અને કર્મોના સંબંધો ઓસરતાં જાય. માટે ઔચિત્ય વ્યવહારથી તેમની સાથે રહેવું જેથી તે ગાંઠ રાગના કારણભૂત ન બને. આ બધા કર્મકૃત સંબંધો છે. સમ્યક દર્શનની હાજરીમાં માતા તરીકેનો વ્યવહાર થતો હોય તો પણ અંદરથી જાગૃતિ હોય કે આ મારી માતા નિશ્ચયથી નથી. આપણે જો સાવધાન ન થઈએ તો કર્મસત્તા આપણને કયાં ગોઠવશે તે કંઈ કહી ન શકાય. શુદ્ધ ઉપયોગ રૂપપિતા અને ધૃતિરૂપ માતાનો સ્વીકાર કરી કર્મે આપેલા માતાપિતાનો ત્યાગ કરવાનો છે. પરસ્પર સંબંધથી નિરાળા થઈ, ધર્મસંબંધથી જોડાવાનું છે. પ્રથમ 4 ગુણસ્થાનક દષ્ટિ પ્રધાન છે. જે માન્યતાને શુદ્ધ કરે છે. પમા ગુણસ્થાનકથી જે વિશુદ્ધ દષ્ટિ મળી છે તે મુજબ પ્રવૃત્તિ કરવાની છે. શાશ્વત વસ્તુને ગ્રહણ કરવાની છે અને નાશવંત વસ્તુનો ત્યાગ કરવાનો છે. 1 સુભાનુકુમારને પરમાત્મા દર્શનનો યોગ ચારિત્રયોગનું કારણ કઈ રીતે થયો? વજવંઘરાજાનો પુત્ર સુભાનુકુમારને પ્રભુદર્શન કરતા ચારિત્ર પરિણામ કઈ રીતે સ્પર્યા? વિદ્યાની અંદર કુશળ, લાવણ્યથી યુક્ત અને મહાન પુણ્યશાળી આત્મા છે, જિનનો રાગી-ગુરુનો રાગી છે. રૂ૫ લાવણ્યથી યુક્ત 100 કન્યાઓને પરણે છે ત્યારે પણ એના ચિત્તમાં તોત્રિલોકનાથ અને ગુરુ પ્રત્યે અહોભાવ છે. ક્યારે પરમાત્મા પધારે તે ભાવનામાં રમી રહ્યાં છે. જ્ઞાનસાર–૩ || 30