________________ ચિત્તને ફેરવવા માટે 14 પૂર્વો ભણવાનાં છે. મનુષ્યભવમાં સમજણ પ્રમાણે રુચિ અને પ્રવૃત્તિ કરી પૂર્ણતા કરવાની છે. જે કર્મ સંયોગજન્ય છે, એ આત્માથી છૂટે નહીં તો ફરી કર્મનો સંયોગ કરાવે, અને રખડપટ્ટી કરાવે. * મોક્ષમાર્ગના 4 પગથિયા બતાવ્યાં છે. (1) પ્રીતિ અનુષ્ઠાન, (2) ભક્તિ અનુષ્ઠાન (3) વચન અનુષ્ઠાન (4) અસંગ અનુષ્ઠાન. પ્રથમના બે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન અપુનબંધક દશા કે સમ્યકત્વમાં હોય જ્યારે વચન અનુષ્ઠાન પમા-છઠ્ઠા ગુણઠાણે હોય. જ્યારે અસંગ અનુષ્ઠાન ૭માં ગુણઠાણે કે શ્રેણીમાં હોય. વાસ્તવમાં ગુરુ પ્રત્યેની ભક્તિ- અહોભાવ ઔચિત્યથી જ હોય. તેઓમાં રહેલા ગુણો પ્રત્યે અહોભાવિત થવાનું છે. બીજા આશયને દૂર કરવાનું છે. વચન અનુષ્ઠાનના પાલનનું ફળ જ અસંગ અનુષ્ઠાન છે. વ્યવહારથી સંગમાં રહીને પણ અસંગદશામાં જ રહેવાનું છે. નિશ્ચયથી ગુરુના સંગમાં ન હોય. પોતાનામાં જ હોય. બહારથી ઔચિત્ય વ્યવહાર પૂરો સાચવાવનો છે. ગુરુની ભક્તિ કરતાં ગુણોનું જ લક્ષ જોઈએ. આપણે અપૂર્ણ છીએ માટે બાહ્ય વ્યવહારો કરવા પડે. રાગ-દ્વેષની વૃધ્ધિ કર્યા વિના જે વ્યવહાર થાય તે ઔચિત્ય વ્યવહાર છે. લોકમાં પુત્રાદિ પણ માતપિતા પાસે સ્વાર્થ પૂરાય ત્યાં સુધી રહે છે પછી છોડી દે છે. તેવી જ રીતે સંયમમાં ઉપયોગ શુદ્ધિને કારણે સ્વહિતને જાણે છે. એગોહનત્યિ મે કોઈ માટે માતા પિતાને છોડી દે છે. ગરજ સરીને વૈદવેરી–આ લોકોકિતને આપણા આત્માના હિત માટે પકડવાની છે. વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે... | "ન સા જાઈ, ન સા જોણી, ન ટાણે ન તે કુલ ન જાયા ન મુઆ પત્થ સર્વે જીવા આતસો?"ારકા જ્ઞાનસાર-૩ || 29