________________ અનેક લબ્ધિ સંપન્નતપોધર મુનિઓ સાથે શ્રી સંભવનાથ ભગવાન પધારી રહ્યાં છે. શ્વેત ચામરો શુકલ ધ્યાનના પ્રતિક રૂપે વઝાઈ રહ્યાં છે. ધર્મ ધ્વજા પ્રભુની આગળ ચાલે છે. નગરની બહાર સમવસરણ રચાઈ ગયું. વનપાલક કુમાર પાસે જઈ સમાચાર આપે છે. તમે કેટલાય દિવસથી અભિલાષ કરી રહ્યાં છો તે પરમાત્મા તમારા પુણ્યના યોગે અહીં પધાર્યા છે. પરમાત્મા પધારે છે ત્યારે પત્નીઓને સુભાનુકુમાર કહે છે કે "મારા તારક પ્રભુ પધાર્યા છે. અહીં પરમાત્માને 'તારક' વિશેષણ લગાડ્યું છે. પ્રભુ તારક કેમ લાગ્યા? અપૂર્વશ્રદ્ધા પ્રગટી છે કે એ જ મને તારશે. પોતાને તરવાની ભાવના છે કે મારે હવે આ ભવસાગરથી પાર ઉતરવું છે. દીક્ષા બત્રીસીમાં જણાવ્યું છે કે દીક્ષાનો અધિકારી કોણ? જેને મોક્ષ પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગ્યો છે. એવો નિશ્ચય ક્યારે થાય? હું મહાભયાનક સંસારમાં ડૂબેલો છું. અને સાથે તેને તરવાનો ભાવ જાગે તો. સર્વજ્ઞ વચન દ્વારા હું સત્તાએસિધ્ધ છું એવો નિર્ણય ન થાય ત્યાં સુધી જીવ કલ્યાણની કેડી પર ચઢી આત્મશ્રેય નહીં સાધી શકે. પ્રભુ વચન પર અપૂર્વ પ્રેમ જાગે ત્યારે આ ભાવ હૃદયમાં ઉલ્લસિત થાય છે. a ગઈ દીનતા અબ સબ હી હમારી, પ્રભુ તુમ સમકિત દાન' આસ્તિકય એટલે માત્ર શ્રધ્ધા નથી પણ પોતાના આત્માના અસ્તિત્વનું પોતાને ભાન થવું. અર્થાત્ સત્તાએ હુંસિધ્ધ છું, એવી પ્રતીતિ ન થાય ત્યાં સુધી આપણા આત્મા ઉપર બહુમાનન થાય. પોતાનો આત્મા પોતાને વહાલો લાગે તો આત્મા પર સંપૂર્ણ પ્રેમ જાગે. વર્તમાનમાં આઠેય કર્મોનો ઉદય ચાલુ છે. સતત વિભાવમાં રમતા એવા આપણા આત્મા પર ખીજ આવવી જોઈએ કે મારો આત્મા અનંત ગુણોનો ભંડાર પરમાનંદનો નિધિ ગુણરત્નોનો સમુદ્ર છતાં મારા આત્માની આ દશા? આપણો આત્મા કર્મકૃત 158 બેડીઓથી ઘેરાયેલો છે. જ્ઞાનસાર–૩ || 31