________________ રાખવાની છે. સંયમ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ સિવાય વ્યવહાર કરવાનો રહેતો નથી. સંયમ–સ્વાધ્યાયાદિમાટે જ આહાર આપવાનો. આહાર આપતી વખતે સિધ્ધ પરમાત્માને યાદ કરવાના કે આપને ધન્યવાદ છે. આપ દેહથી અતીત છો, કોઈ વ્યવહાર આપ પાસે નથી. હું પણ જલદી વ્યવહારાતીત બનું. શરીરમાં તાકાત હોય તો ઉત્સર્ગ માર્ગે હાલવું ચાલવું નહીં. અપવાદ એ સમિતિ. આપણી કમનસીબી છે કે ચાલવું પડે છે. તે આત્મા ચાલે તો નિર્જરા શરીર ચાલે તો કર્મબંધ. શરીરથી ચાલીએ છીએ તો ઈર્યાસમિતિને બદલે ચાલવાનો લક્ષ રસ્તો કેવો છે? એ જોવાય પણ રસ્તામાં શું છે? કોણ છે? એ ન જોવાય. જીવની ચિંતા કરવાને બદલે જડની ચિંતા કરીએ છીએ. માતાપિતા ઘણાં છોડ્યાં પણ જેને પકડવાના હતા તેને ન પકડ્યા માટે છોડેલા ફરી પકડાયા. રાગદ્વેષ તૂટે ત્યારે આત્માને પકડે અને રાગદ્વેષ હોય તો શરીરને પકડે. શરીરને પકડે એટલે શાતા અશાતાને પકડે. સમતાને પકડવાની છે. ગુણસ્વરૂપ કુટુંબને પકડવાનું છે. મન-વચન કાયામાં શુદ્ધ ઉપયોગ ભળે તો મોક્ષ મળે. જેટલો સ્વભાવમય બનાવનો પ્રયાસ, જેટલો શુદ્ધ ઉપયોગ એટલી આત્મામાં શુદ્ધિ. યોગમાં શુદ્ધ ઉપયોગ ભળે તો મોક્ષ યોગ બને. વિધિપૂર્વક ક્રિયા કરી તો ક્રિયા બરોબર થઈએક્રિયા પણ સાચી શુદ્ધ ન કહેવાય આત્મગુણથી આત્મગુણને માટે થયેલી ક્રિયા શુદ્ધ ક્રિયા કહી ક્રિયા કરી દેહાતીત થવાનું છે. તે આત્માએ શેનો ત્યાગ કરવાનો? શા માટે? આત્માની સાથે જે સદા ન રહે તેનો ત્યાગ કરવાનો છે. સંયોગ સંબંધથી જે રહેતે શાશ્વત ન રહી શકે. પુદ્ગલ દ્રવ્ય પણ સંખ્યાત કે અસંખ્યાત જ્ઞાનસાર-૩ || 27