________________ જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી ક્ષયોપશમ ભાવ હોય ત્યાં સુધી સાવધાન રહેવાનું. ક્ષાયિકનું લક્ષ રાખી અપૂર્વ પુરૂષાર્થ કરવાનો. કર્મથી સર્વથા છૂટવું હોય તો વ્યવહારથી છૂટવું પડશે. સંસારરૂપી વ્યવહારથી મુકત થવા માંગતા આત્માએ, વ્યવહારની પ્રથમ શરૂઆત માતાથી થઈતો, એને પ્રથમ છોડવી પડે. સંયમને અભિમુખ થયેલા આત્માએ, છોડેલા સંબંધોની અભિમુખ નહીં થવાનું છૂટી જવાનું છે એને યાદ નહીં કરવાનું. એના માટે ઉપાય બતાવે છે. સદાય વ્યવહારને છોડી, નિશ્ચયને પકડવાનું. નિશ્ચયથી પિતા - શુદ્ધ ઉપયોગ છે. નિશ્ચયથી માતા-આત્મ પ્રદેશોમાં રહેવાની રુચિ. સાધુજીવનમાં ઉપયોગરૂપી કાઉસ્સગ્ન કરવાનો છે. 1 નવકાર = 8 શ્વાસોચ્છવાસ - 8 સંપદા. 1 નવકારમાં શુદ્ધ ઉપયોગમાં નવકારમય બની આત્મામય બનવાની પ્રક્રિયા કરવાની છે. નવકાર અને સામાયિક ભિન નથી. શુદ્ધ નવકાર ગણો દેહાતીત અવસ્થામાં પ્રયાણ કરો. આત્મામાંથી રાગ-દ્વેષના પરિણામ જ્ઞાનમાંથી છૂટે નહીં તો ઉપયોગ શુદ્ધ ન થાય. આત્માને આત્મામાં રહેવાનો પરિણામ થવો જોઈએ. આત્મા આત્મા સાથે રહે તો આનંદ આવે. શરીરમાં નથી રહેવાનું. પુદ્ગલના ગુણોથી પર થઈ આત્માના ગુણોમાં ગુણમય બની આત્મપ્રદેશોમાં રહેવાનું છે. આત્મા ગમે તો આત્મામાં રહેવાનું ગમે. હું આત્મા છું, શરીર નથી. એ શુદ્ધ ઉપયોગમાં સતત રહેવાનું છે. ઉત્સર્ગના ઉપયોગમાં હોય તો સમિતિ અપવાદરૂપ બને. ઉત્સર્ગએ ગુપ્તિ- અપવાદ એ સમિતિ છે. સાધુએ ગુખેંદ્રિય બનવાનું છે. બધી ઈદ્રિયોને કાચબાની જેમ સંકોચીને પાકવાથી કરી. જ્ઞાનસાર-૩ // 26