________________ પીડા નષ્ટ એવા સ્વભાવવાળા આત્માએ પીડા ભોગવવા માટે જન્મ લીધો. પોતે પીડા પામે અને જ્યાં જાય તેને પીડા આપે. સૌથી વધારે પીડા માતાને આપી. નપણોદયં તાસિં, સાગર સલિલા ઉ બહુયર હોઈ, ગલિયં રૂઅમાણીશું, માઊણે અનમના 48aaaa | (વૈરાગ્યશતક) વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે - આ જીવે માતાને એટલું દુઃખ આપ્યું છે કે એના આંસુના સાગરોના સાગરો ભરાય.જે આત્મા માતાને ઉપકારી માને તેણે હવે પછી જન્મ લેવો નહીં અને માતાને દુઃખ આપવું નહીં. હવે મારા આત્માને પીડા ન મળે એ જ કાળજી. પોતાના આત્માની પીડા સહન ન થાય એ આત્મા પીડા આપવાનું બંધ કરશે. આપણને અશાતા ગમતી નથી, શાતા છોડતા નથી. બંને રીતે આત્માને પીડા આપીએ છીએ. સમતા આત્મામાં છે. તેની શોધ કરવાની નથી, શાતાબહાર છે, એટલે એની શોધ કરવી પડે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી શાતા નિકાચિત છે એ ઉદયમાં આવે પણ ભોગવવાનો ભાવ નહોવો જોઈએ. શાતા છોડે તો સમતાના પરિણામ આવે. ઉદયમાં હોય પણ ભોગવવું કે ન ભોગવવું એ વિચારવાનું. ભરત મહારાજાએ સંયોગને હેયમાની રાગદ્વેષના પરિણામ છોડયાં. જેમ વસ્ત્ર એ પરિગ્રહ છે, એમ શરીર ઔદારિક વસ્ત્રો છે, એ પણ પરિગ્રહ છે. શરીરમાં રહી શરીરથી ભિન્ન રહેતો શરીરમાં નિર્લેપતા આવી શકે. * જે સંયોગ આત્માની સાથે સદા ન રહે તેનો ત્યાગ કરવાનો. જે સંયોગ આત્માની સાથે સદા રહે તેનો સ્વીકાર કરવાનો. નિશ્ચયથી માતાપિતા કોણ? વ્યવહારથી માતાપિતા કોણ? આત્મા જ્યાં પોતે આવી નવું શરીર ધારણ કરે છે. આહારના જ્ઞાનસાર-૩ || 24