________________ પ્રથમ તો સ્વરૂપથી "હું આત્મા છું અને શરીર નથી" એ ઉપયોગ આવવો જોઈએ. હુંરૂપાતીત છું વર્તમાનમાં જે છું તે હું નથી. જે રૂપે દેખાઉં છું તે આકારમય, રૂપમય એવું સ્વરૂપ છે તે તો પુદ્ગલમય સ્વરૂપ છે માટે તે હું નથી. બાળક જેમ માતાના ખોળામાં ખેલવાના સ્વભાવવાળો છે તેવી જ રીતે સંયતાત્મા ધૃતિરૂપ માતાના ખોળામાં ખેલીને કર્મનિર્જરા કરે છે. આ નિશ્ચયથી માતા-પિતા બતાવ્યા તેને છોડવાના નથી. આહાર પર્યાપ્તિનામ કર્મના ઉદયે ત્યાં આવીને તે પુગલોને ગ્રહણ કરાવી ઔદારિક શરીરને તૈયાર કરે છે. એ નવો જન્મ એનો થયો. હવે એને હું એટલે આ શરીરરૂપે છું તેવો ભ્રમ થાય છે અને જેની કુક્ષિમાં ઉત્પન થયો તેને પોતાના માતા-પિતા માને છે. તે માતા-પિતાનો ત્યાગ શા માટે? નવતત્ત્વના જ્ઞાન દ્વારા શુદ્ધ દશા અને આત્માની અશુદ્ધ દશાનો આબેહૂબચિતાર ખડો થાય છે. નવ તત્ત્વના જ્ઞાન દ્વારા તે સમજતો થાય છે કે મારા કર્મના ઉદયથી હું અહીં આવ્યો છું. નિશ્ચયથી તેઓ મારા માતા-પિતા નથી સાથે એમના આત્માનું પણ કલ્યાણ થાઓ એવી ભાવના રહેવી જોઈએ. તમે એવી સાધના કરો કે તે જોઈને માતાપિતા પણ પામી જાય. તેમને પ્રેમથી સમજાવવા કે હવે હું તમારો પુત્ર નથી કે તમે મારા માતા-પિતા નથી. માટે હવે તમે મને છોડો હું તમને છોડું. વર્તમાનમાં આપણી કચાશ છે કે આપણે અનુભૂતિની દિશામાં જતા નથી. ઉપકારી માતા-પિતાએ જન્મ આપ્યો એ ગુનો કે જન્મ લીધો એ ગુનો? આપનાર–લેનાર ગુનેગાર. નિશ્ચય માર્ગ અને વ્યવહાર માર્ગભિન્ન છે. જે આત્મા પરના સંયોગવાળો હોય એને જન્મ લેવો પડે. આત્મા ગુનેગાર છે. ગુનેગાર આત્મા બીજાને ગુનેગાર બનાવે છે. જ્ઞાનસાર-૩ / 23