________________ સાધુ સાધુપણામાં આવે ત્યારથી પોતાનાથી જે ભિન્ન છે, પર છે તે બધું ભાવથી છોડી દે. પોતાના સ્વરૂપને પ્રગટ કરનારી સાધનાને અભિમુખ હોય. પરમાત્માની આજ્ઞા સ્વરૂપને પ્રગટ કરવાની છે. અંતર્મુહૂર્તની અંદર સંપૂર્ણ મોહનો નિકાલ થઈ શકે પણ તે સાધુ બન્યા વગર થાય નહીં. વિતરાગ સર્વજ્ઞ પોતાના પૂર્ણ સ્વરૂપને જોનારા જાણનારા છે. હવે કોઈપણ સંબંધમાં રહેવાના પરિણામવાળા નથી. સાધુપણું એટલે સર્વ પરિગ્રહનો ત્યાગ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવ બધાનો ત્યાગ. હવે મૂળ નિશ્ચય માર્ગ છૂટી ગયો, વ્યવહાર માર્ગ કથળી ગયો. પાત્રતા હોય તો જ જ્ઞાનસાર સમજાય, સાધુઓ માટે સાનસાર પ્રાણ સમાન છે. પોતાને પોતાની રૂચિ અને પોતાનામાં પોતાના ગુણની રમણતા આ બે પરિણતિ સહજ હોવી જોઈએ. ચારિત્રમોહના કારણે જ્યાં સુખ નથી ત્યાં પણ સુખ અનુભવાય. ખાતી વખતે મીઠાશ, કોમળતા, સ્વાદમાં સુખરૂપ અનુભવ ન થવો જોઈએ પણ તે માત્ર શેયરૂપ, પરસંયોગ રૂપ બનવો જોઈએ. * પ્રથમ દષ્ટિભ્રમ પછી આચારભ્રમ. ગુણમાં સ્થિર થઈ જાય તો ભ્રમ નહીં રમણ. પુદ્ગલમાં ભ્રમણ નહીં આત્મગુણોમાં રમણ. પરને ગ્રહણ કરે માટે અસ્થિરતા માટે પરિભ્રમણ થાય. સિદ્ધના આત્મામાં એના ગુણમાં નિરંતર આત્મવીર્યનું પરિણમન ચાલ્યા કરે.નિરંતર શેયમાં હોય શેયના જ્ઞાતારૂપે પરિણમન પામે. જ્ઞાન અને દર્શન ગુણ તે બોધ રૂપ, ચારિત્ર સમતારૂપ અને વીર્ય શક્તિ સ્વરૂપ છે. દરેક વસ્તુમાં બે ધર્મ- (1) સામાન્ય (2) વિશેષ. સામાન્યથી બોધ કરે તે દર્શન, વિશેષથી બોધ કરે તે જ્ઞાન. મોહના ત્યાગ પૂર્વકનો ત્યાગ એ ભાવ ત્યાગ. જ્ઞાનસાર-૩ || 21