________________ જ્ઞાન - દર્શન - ચારિત્ર - તપ અરૂપી છે. અરૂપીની પૂજા ન થાય. પણ આપણે સિદ્ધચક્રમાં તેમની સ્થાપના કરી પૂજા કરીએ છીએ. * દ્રવ્ય નિક્ષેપો-દ્રવ્યત્યાગ:- હેતુ વિના સમજ્યા વિના કારણ વિના ક્રિયા કરે. સમજ્યા વિનાનો ત્યાગ એ દ્રવ્યથી ત્યાગ છે. ફકત કરવા પૂરતો ત્યાગ છે, વાસ્તવિક નહીં. સંસાર છોડ્યો છોડવા પાછળ ઈદ્રિયોના સુખનો અભિલાષ હોય તો દ્રવ્ય ત્યાગ. ઘરમાં કોઈ માન ન આપે પણ સાધુપણામાં બધું મળે, માટે દીક્ષા લે તે દ્રવ્યથી ત્યાગ થયો. શું ત્યાગ કરવા જેવું છે? શું ત્યાગ કરવા જેવું નથી એવા ઉપયોગનો અભાવ તે દ્રવ્ય ત્યાગ. * ભાવ નિક્ષેપો–ભાવત્યાગ H સર્વજ્ઞ પરમાત્માએ જે વસ્તુને છોડવાની કહી તે છોડી, એ છૂટ્યાનો આનંદ આવે તો આત્માને મોહનો પરિણામ નહીં તો શુદ્ધ દાન. સામાયિકમાં સ્વરૂપ સિવાય બધા સંયોગહેય છે તેથી છોડવું જોઈએ નથી છૂટતું તો બે ઘડી છોડો. સર્વ સંગ છોડવાના અભ્યાસ માટે બે ઘડી સામાયિકમૂક્યું છે એ ભાવથી સામાયિક કરવાનું છે. જેટલો સમય શુદ્ધ ઉપયોગ પ્રધાન સાધના થાય તેટલી નિર્જરા અને પ્રશસ્ત ભાવ પ્રધાન સાધના થાય તેમાં અલ્પનિર્જરા પુણ્યનાં અનુબંધ થાય. (1) આગમથી દ્રવ્યત્યાગઃ આગમથી ત્યાગના સ્વરૂપને જાણ્યું પણ પ્રરૂપણા વખતે કે ત્યાગ કરતી વખતે અનુપયોગ હોય ત્યારે દ્રવ્ય ત્યાગ કહેવાય. અથવા સંસારના સુખાદિ કોઈ પણ પર અભિલાષપૂર્વક ત્યાગ કરવામાં આવે તો તે દ્રવ્ય ત્યાગ કહેવાય છે. નોઆગમઃ વર્તમાનમાં શરીર છે તેમાં આત્મા રહેલો હતો તે ત્યાગના સ્વરૂપને જાણતો હતો અને તે જાણનાર આત્મા પરલોકમાં જાય કે નિર્વાણ પામેતેનું શરીર વર્તમાનમાં છે તે દ્રવ્યત્યાગ નોઆગમથી છે. ભવ્ય શરીરઃ અત્યારે ખબર ન હોય, ભવિષ્યમાં ત્યાગ કરનારો અર્થાત્ વર્તમાનમાં નવદીક્ષિત છે પછી તે આગમ વડે ત્યાગ સ્વરૂપ જાણશે તો તે ભવ્ય શરીર છે. જ્ઞાનસાર-૩ || 20